વડોદરામાં સરદાર એસ્ટેટ સ્થિત મેક્સવેલ કેમિકલ કંપનીમાં આગ, ઝેરી ગેસની અસર થતાં નાસભાગ

કેમિકલ કંપનીમાં આજે સવારે આગની ઘટના ઘટતા તંત્રમાં દોડધામ, કોઇ જાનહાનિ નહીં

MailVadodara.com - Fire-at-Maxwell-Chemical-Company-located-in-Sardar-Estate-in-Vadodara-stampede-due-to-poisonous-gas

- બનાવના પગલે સ્થળ પર શ્વાસ રૂંધાવવાની તથા આંખોમાં બળતરા થવાની ફરિયાદો ઉઠી, ફાયર બ્રિગેડે પીપીઇ કીટ પહેરી આગ ઉપર કાબુ મેળવ્યો

વડોદરા શહેરના સરદાર એસ્ટેટ ખાતે આવેલ કેમિકલ કંપનીમાં કેમિકલના મટીરીયલમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી. બનાવના પગલે સ્થળ પર શ્વાસ રૂંધાવવાની તથા આંખોમાં બળતરા થવાની ફરિયાદો ઉઠી હતી. ફાયર બ્રિગેડે સ્પેશિયલ કીટ પહેરી આગ ઉપર પાણીનો મારો ચલાવી તથા પાવડર છાંટી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.


શહેરના સરદાર એસ્ટેટ ખાતે આવેલ કેમિકલ કંપનીમાં આજે સવારે આગની ઘટના ઘટતા તંત્રમાં દોડધામ મચી હતી. એ/94 પ્લોટમાં આવેલ મેક્સવેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગતા કર્મચારીઓમાં નાસભાગ સાથે આસપાસની કંપનીઓમાં પણ ઉત્તેજના છવાઈ હતી. કેમિકલમાં આગ લાગવાથી પોઇઝનિક ધુમાડાના ગોટેગોટાએ ડરામણું વાતાવરણ સર્જાયું હતું. કેમિકલમાં આગ લાગી હોવાથી ઘટના સ્થળે આંખોમાં બળતરા થવાની સાથે શ્વાસ લેવાની તકલીફની બૂમો ઉઠી હતી. 


આ ઘટનાની જાણ થતાં ફાયર ઓફિસર યુવરાજદાન ગઢવીની આગેવાનીમાં લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને ઝેરી ગેસની અસર હોવાના કારણે પીપીઇ કીટ પહેરી પાણીનો મારો ચલાવી તથા પાવડર છાંટી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. જોકે કેમિકલ સળગવાથી નુકસાન પહોંચ્યું છે. જેની ચોક્કસ વિગત વધુ તપાસ બાદ સપાટી પર આવશે.


Share :

Leave a Comments