- બાલાજી ઇન્ફ્રાસ્ટ્રાક્ચર વિરુદ્ધ ફરિયાદો કરીશ તો જાન થી મારી નાખીશું કહી બે અજાણ્યા હુમલાખોરો એ મારા પર હુમલો કર્યો : તેજસ પટેલ
બાલાજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે મેદાને પડેલા તેજસ પટેલ પર અમદાવાદ મા જીવલેણ હુમલો થયો હતો. ચાંદખેડા પોલીસે આ અંગે અજાણ્યા બે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમા રહેતાં તેજસ પટેલ ગઈકાલે સાંજે સી જી રોડ સ્થિત મહેસાણા અર્બન કો . ઓપ. બેન્કમાંથી નીકળી તેમની કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમ્યાન જ્હાન્વી બંગ્લોઝ પાસે તેમની કાર ને પાછળથી આવતા એક્ટિવા ચાલકે કાર સાથે એક્ટિવા અથાડી હતી. એક્ટિવા ચાલકે તેજસભાઈને કાર માંથી ઉતરવાનું કહેતા તેઓ કરમાંથી બહાર ઉતર્યા હતા. તેજસ ભાઈ જેવા કારમાંથી બહાર આવ્યા કે એક્ટિવા ચાલકે તેમના બે હાથ પકડી લીધા હતા અને બીજા સાગરીતે તેમના પર લોખંડ ની ટોમી કાઢી અચાનક હુમલો કર્યો હતો. તેજસભાઈ પડી જતાં એક્ટિવા ચાલક પણ બીજી ટોમી કાઢી તેમના પર તૂટી પડ્યો હતો. બંને હુમલાખોરોએ આડેધડ હુમલો કરી બાલાજી ના સંચાલકો સામે ફરિયાદો કરીશ તો તને જાન થી મારી નાખીશ એવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા તેજસભાઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યા હતા. તેજસભાઈને બંને પગે ફેક્ચર થયું હતું. ચાંદખેડા પોલીસે બે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.