માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં આડેધડ પાર્ક થયેલા વાહનો માટે પંખાની સુવિધા..!

આ તો હદ થઈ ગઈ...!

MailVadodara.com - Fan-facility-for-haphazardly-parked-vehicles-in-road-and-building-department-office

- સરકારી કચેરીઓમાં અધિકારીઓની ઈચ્છા શક્તિ ના અભાવે લાલિયાવાડી ચાલે છે..!

- પ્રજાના નાણાં વેડફી રહેલા સરકારી બાબુઓ સામે પગલાં લેવાશે..?


શહેરમા રાવપુરા રોડ પર આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં લાલિયાવાડી ચાલતી હોવાની દ્રશ્યો પ્રકાશમાં આવી હતી. આડેધડ પાર્કિંગ વચ્ચે કોઈપણ વ્યક્તિની હાજરી વગર પંખા ચાલતા જોવા મળ્યા હતા.


 સરકારી કચેરીઓમાં લાલિયાવાડી એ નવી વાત નથી. સરકાર લાખ પ્રયાસ કરે પરંતુ સરકારી તંત્ર સુધરવાનું નામ લેતું નથી. રાવપુરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં પ્રજાના નાણાં કેવી રીતે વેડફાય છે એના બોલતા પુરાવા પ્રકાશમાં આવ્યા છે. બપોરના ચાર વાગ્યાના સુમારે કચેરીના ભોય તળિયે લિફ્ટ અને દાદરા પર જતાં અગવડ પડે એવી રીતે ટુ- વ્હિલરો પાર્ક કરવામાં આવ્યા છે.


આ એક્ટિવા એવી રીતે પાર્ક કરવામાં આવ્યું છે કે લિફ્ટમાં જવા માટે વાંકા ચુકા થઈને જવુ પડે. કોઈ ઉંમર વાળા વ્યક્તિ કે મહિલાઓ લિફ્ટ મા કેવી રીતે પ્રવેશ કરે..?  આડેધડ પાર્કિંગ સાથે અહીં પેસેજ મા પંખો ફરી રહ્યો છે ત્યાં કોઈ વ્યક્તિનું ટેબલ નથી કે નથી કોઈ વ્યક્તિની હાજરી. પંખો જાણે આડેધડ પાર્ક કરેલા વાહનોને ઠંડક મળે એ માટે લગાવવામા આવ્યો છે.  જ્યાં કોઈ વ્યક્તની હાજરી ત્યાં પંખો લગાવવાની જરૂર કેમ પડી ? પ્રજાના નાણાં વેડફાય છે ત્યારે અહીં થી પસાર થતા કચેરીના અધિકારીઓને આ બાબત ધ્યાને કેમ નથી આવતી ? કે પછી અધિકારીઓ જ આવી ઘોર બેદરકારી સામે આંખ આડા કાન કરે છે ? આ ઇમારત મા મસ મોટુ પાર્કિંગ છે આમછતા આડેધડ પાર્કિંગ કેમ કરવામાં આવે છે ?  શહેરમાં આડેધડ પાર્ક થતા વાહનો ઉઠાવી લેતી ટ્રાફિક પોલીસે આ કચેરીમાં આડેધડ પાર્ક થયેલા વાહનો ઉઠાવવા ના જોઈએ ?


સરકારી કચેરીઓમાં અધિકારીઓની ઈચ્છા શક્તિ ના અભાવે આવા દ્રશ્યો  કચેરીમાં આવતા નાગરિકો માટે વિના કારણે અડચણ ઉભી કરે છે.

Share :

Leave a Comments