વડોદરામાં 29.55 લાખના ખર્ચે રીસ્ટોરેશન થનાર ત્રણેય સ્કલ્પચરોનું નિષ્ણાતોએ નિરીક્ષણ કર્યું

ત્રણ માસમાં કામ પૂર્ણ કરાશે, આગામી અઠવાડિયામાં કામગીરી શરૂ કરાશે

MailVadodara.com - Experts-inspected-the-three-sculptures-to-be-restored-at-a-cost-of-29-55-lakhs-in-Vadodara

- 3 વર્ષ સુધી કોઇ પણ ચાર્જ વગર આ સેન્ટર રેગ્યુલર મોનિટરીંગ કરશે, ત્રણેય સ્કલ્પચરનાં રીસ્ટોરેશન કર્યા બાદ તેની આવરદા 25 વર્ષ સુધીની રહેશે


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા સ્કલ્પચરને એજીંગ પ્રોસેસ તથા વાતાવરણની સીધી અસરના કારણે તેના જતન માટે 29.55 લાખના ખર્ચે રીસ્ટોરેશન કરવા અગાઉ નિર્ણય લેવાયો છે. ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધી આર્ટસના નિષ્ણાતોની ટીમ દ્વારા સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ અને કોર્પોરેશનના અધિકારીઓની સાથે આજે વડોદરામાં ત્રણ સ્કલ્પચરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જેલ રોડ નજીક ફતેસિંહરાવની પ્રતિમાનું નિરીક્ષણ કરતા નિષ્ણાતે જણાવ્યું હતું કે, હાલ પ્રતિમાની જે હાલત થઈ છે તેને બ્રોન્ઝસીસ કહેવાય છે એટલે કે જેમ કેન્સર ફેલાય તેમ તે ફેલાતું રહે છે, અને પ્રતિમાને નુકસાન કરે છે. સૌપ્રથમ તો તેને ફેલાતું અટકાવવાનું કામ કરવું પડશે એ પછી પ્રતિમાની ઉપરની જે સ્કીન છે તેને ફરી કઈ રીતે બનાવી શકાય તે કામગીરી કરાશે. કારણ કે અમે રંગ કામ કરવાના નથી. જો રંગ કામ કરીએ તો પાંચ દિવસમાં કામગીરી પૂરી થઈ જાય, પરંતુ આ પ્રતિમાની ઉપરની સતહને વ્યવસ્થિત રીતે પદ્ધતિસર કેમિકલી બનાવાશે. જો માત્ર રંગ કામ કરીને કામ ઊંચું મૂકી દેવાય તો વારંવાર તે ખરાબ થશે અને પ્રતિમાનો નાશ થશે. કોર્પોરેશન દ્વારા આ સંસ્થા ઉપરાંત સેન્ટર ફોર ધી આર્ટ્સ, (કોન્ઝર્વેશન વિભાગ) તેમજ મીનીસ્ટ્રી ઓફ કલ્ચર, ભારત સરકારની પણ મદદ લેવાશે અને કુલ ત્રણ સ્કલ્પચરનાં રીસ્ટોરેશન માટે રૂ.29,55,000નો ખર્ચ કરવામાં આવશે. કામગીરી દરમિયાન પાણી, વીજળી જેવી સુવિધા કોર્પોરેશન ધ્વારા પુરી પાડવામાં આવશે.


આ કામગીરી દરમિયાન પાણી, વીજળી જેવી સુવિધા કોર્પોરેશન પુરી પાડશે. આ ત્રણેય સ્કલ્પચરનાં રીસ્ટોરેશન કર્યા બાદ આવરદા 25 વર્ષ સુધીની રહેશે. રીસ્ટોરેશન બાદ 3 વર્ષ સુધી કોઇ પણ ચાર્જ વગર આ સેન્ટર રેગ્યુલર મોનિટરીંગ કરશે. સ્કલ્પચર બ્રોન્ઝ મેટલના હોઇ રેગ્યુલર ક્લિનીંગ જરૂરી રહેશે, જેથી તેમની કાર્યપદ્ધતિ મુજબ ક્લિનિંગ કઈ રીતે કરવું તેની સ્ટાફને તાલીમ આપવામાં આવશે. સયાજીબાગ મ્યુઝિયમ પ્લોટ ખાતે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ, કાલાઘોડા સર્કલ ખાતે મહારાજા સરસયાજીરાવ ગાયકવાડ તથા જેલ રોડ ખાતે ફતેહસિંહ રાવ ગાયકવાડના સ્કલ્પચરના રીસ્ટોરેશનની કામગીરી કરવામાં આવનાર છે. વર્ક ઓર્ડર આપ્યા બાદ ત્રણ માસમાં કામ પુર્ણ કરવામાં આવશે અને આગામી અઠવાડિયામાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતું. અગાઉ કોર્પોરેશનમાં આ કામગીરી માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

Share :

Leave a Comments