વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક બેઠક પર 26 એપ્રિલે ચૂંટણી યોજાશે

એક સભ્યના અવસાનથી જગ્યા ખાલી પડતા યોજાઇ રહેલી ચૂંટણી

MailVadodara.com - Elections-will-be-held-on-April-26-on-one-seat-of-Vadodara-Nagar-Primary-Education-Committee

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય વર્ગની ખાલી પડેલી એક બેઠકની ચૂંટણીની જાહેર સૂચના મેયરે પ્રસિદ્ધ કરી છે. ચૂંટણી તારીખ 26 એપ્રિલે બપોરે 12 થી 3 સુધીમાં કોર્પોરેશન ખાતે યોજાશે, અને તે જ દિવસે ત્યારબાદ પરિણામ જાહેર થઈ જશે. શિક્ષણ સમિતિમાં 15 સભ્યો હોય છે જેમાંથી ત્રણ સરકાર નિયુક્ત હોય છે, અને ચૂંટણી 12 સભ્ય માટે યોજાતી હોય છે. આ 12 માંથી 8 સભ્યો સામાન્ય વર્ગના હોય છે. આ આઠમાંથી એક સભ્ય હિતેશ પટણી કે જે શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા હતા અને તેમનું તાજેતરમાં અવસાન થયું હતું. તેમના અવસાનથી જગ્યા ખાલી પડતા ચૂંટણી યોજાઈ રહી છે. વડોદરા કોર્પોરેશનમાં 76 કોર્પોરેટર છે. આ ચૂંટણીમાં કોર્પોરેટરો મતદાન કરે છે. 


હાલમાં ભાજપના 69 કોર્પોરેટર છે અને કોંગ્રેસના 7 છે. ચૂંટણી માટે 12 એપ્રિલે બપોરે 12 થી 3 સુધીમાં ફોર્મ ભરી શકાશે. તારીખ 19 ના રોજ ફોર્મની ચકાસણી થશે. ચૂંટણી જાહેર થતાં શિક્ષણ સમિતિમાં સભ્યપદ મેળવવા માટે દોડધામ શરૂ થઈ છે. હિતેશ પટણીના અવસાનથી ખાલી પડેલી જગ્યા પર નવા અધ્યક્ષની ગઈ તારીખ 21 ફેબ્રુઆરી ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરકાર નિયુક્ત બિનસરકારી સદસ્યની બિનહરીફ વરણી થઈ હતી.

Share :

Leave a Comments