વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેંકના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી આવતીકાલે તા.8મીએ યોજાનાર છે.
સહકારી મંડળીઓને સહકારી બેંકોને ધિરાણ કરતી બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેનની 5 વર્ષમાંથી અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આવતીકાલે ચૂંટણી યોજનાર છે. જેમાં બાકીના અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે.
બેંકમાં ભાજપ પાસે સત્તા હોવાને કારણે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામના મેન્ડેડ આપવામાં આવશે. જેથી તે પહેલાં આજે ભાજપના પ્રદેશ મોવડી દ્વારા બરોડા ડેરી ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.