કમરતોડ મોંઘવારીને કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા યુવાને ઝેરી દવા ગટગટાવી

પરિવારનું ગુજરાન ચલાવવા માટે પ્રવિણભાઇ પઢીયાર રાત-દિવસ મહેનત કરતા હતા

MailVadodara.com - Due-to-skyrocketing-inflation-it-was-becoming-difficult-for-the-family-to-survive-and-the-young-man-swallowed-the-poison

- પાદરાના નરસિંહપુરા ગામના 40 વર્ષીય પ્રવિણભાઇએ 26મીએ પાકમાં છાંટવાની દવા ગટગટાવી હતી, જ્યાં આજે ટૂકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નરસિંહપુરા ગામના ચાવડા વગામાં રહેતા યુવાને આપઘાત કરી લીધો છે. મજૂરી કામમાં પરિવારનું ગુજરાન ચલાવી ન શકતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવે ખોબલા જેવડા ગામમાં ગમગીની ફેલાવી દીધી છે. આ મામલે વડુ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના નરસિંહપુરા ગામના ચાવડા વગામાં રહેતા 40 વર્ષિય પ્રવિણભાઇ અમરસિંહ પઢીયાર મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ, કમરતોડ મોંઘવારીમાં મજૂરી કામમાં મળતી આવકમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થતું હતું. પરિવારનું ગુજરાન ચલાવવા માટે પ્રવિણભાઇ પઢીયાર રાત-દિવસ મહેનત કરતા હતા અને પરિવારનું ગુજરાન સારી રીતે ચાલે તેવા પ્રયાસો કરતા હતા. પરંતુ, મોંઘવારીના કારણે સતત આર્થિક ભીંસ અનુભવતા હતા. પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવવા માટે સતત મુંઝવણમાં રહેતા હતા અને નાસીપાસ થઇ ગયા હતા.

મળેલી માહિતી પ્રમાણે પ્રવિણભાઇ પઢીયાર આગામી આવી રહેલા તહેવારોમાં પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશ અને કેવી રીતે તહેવારો મનાવીશ? તેવા સતત વિચારોને લઇ છેલ્લા કેટલાંક દિવસથી રાતત માનસિક તણાવમાં રહેતો હતો. દરમિયાન તેણે 26 ઓક્ટોબરે સવારે ખેતરના પાકમાં છાંટવાની દવા ગટગટાવી લીધી હતી.

ઝેરી દવા ગટગટાવી લીધા બાદ પ્રવિણ બેભાન થઇ જતાં તુરંત જ તેમણે સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, આ બનાવ અંગે વડુ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments