ડૉ. શીતલ મિસ્ત્રીએ સ્વચ્છતા માટે કમિશનરને બોલાવી બેઠક યોજી

ભ્રષ્ટાચાર નાથવાની વાત કર્યા વગર..

MailVadodara.com - Dr-Sheetal-Mistry-called-the-commissioner-for-sanitation-and-held-a-meeting

- સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માં થાય છે..!

- પાલિકામાં ખાટલે ખોડ એવા ભ્રષ્ટાચાર ડામવાની કોઈને પરવાહ નથી..!

વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે અધિકારીઓ સાથે  મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં સ્વચ્છતા સહિત વિકાસના મુદે ચર્ચા થઈ હતી.

          ગુજરાત માં અમદાવાદ, સુરત અને રાજકોટ બાદ ચોથા નંબરે આવતા વડોદરા શહેરની શકલ સુરત બદલવાનો પ્રયાસ એક થી એક ચઢીયાતા IAS અધિકારીઓ તથા એક થી એક ચઢીયાતા નેતાઓએ કરી પરંતુ વડોદરા ની હાલત બદ થી બદતર થઈ રહી છે, એ દરેક વડોદરા વાસી જાણે છે. હવે જયારે વડોદરાના વિકાસના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નિમાયેલા ડૉ. શીતલ મિસ્ત્રીએ વડોદરાના વિકાસનું બીડું ઝડપ્યું છે.  તેમણે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તથા અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. બેઠકમાં સ્વચ્છતાના મુદ્દાની ચર્ચા  ગંભીરતાથી કરવામાં આવી હતી.

            પાલિકામાં નવા આવનારા દરેક પદાધિકારીઓ તેમની નિમણુંકને યોગ્ય ઠેરવવા નો પ્રયાસ કરે છે. સફળ કોઈ થયું નથી એ નક્કર હકીકત છે. કારણ કે કોઈ પણ શહેરનો વિકાસ ત્યારે જ થાય છે જ્યારે શાશન અને વહીવટમાં પારદર્શકતા, ઈચ્છા શક્તિ અને પ્રામાણિકતા હોય. હવે જ્યારે તંત્ર ભ્રષ્ટાચાર થી ખદબદતું હોય અને શાસકો અને સંગઠન વચ્ચે શીત યુદ્ધ ચાલતું હોય ત્યારે વિકાસનું સપનું કેવી રીતે સાકાર કરવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે.

Share :

Leave a Comments