વેમાલી પાસે કેનાલમાંથી વિશ્વામિત્રી નદીમાં જતા પાણીને તળાવમાં ઠાલવો : સ્થાનિકોની રજૂઆત

વેમાલી કેનાલ પાસે હજારો લિટર પીવાનું પાણી વિશ્વામિત્રીમાં વહી જાય છે

MailVadodara.com - Discharge-of-water-from-canal-to-Vishwamitri-river-near-Vemali-into-pond-presentation-of-locals

- તળાવમાં પાણી જમા થશે તો ભૂગર્ભ જળનું સ્તર વધશે


શહેર નજીક આવેલા વેમાલી ગામ અને તેની આસપાસની સોસાયટીમાં પાણીની અછત વર્તાઈ રહી છે. સમસ્યાનો નિકાલ લાવવા ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી વિશ્વામિત્રીમાં વહી જતા પાણીને તળાવમાં ઠાલવાય, જેથી ભૂગર્ભ જળનું સ્તર વધી શકે તેવી માગ સ્થાનિકોએ કરી છે. 

વડોદરા પાલિકામાં સમાવિષ્ટ વેમાલીમાં વર્ષોથી પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. નાગરિકો પાલિકાને ટેક્સ ચૂકવે છે, જેમાં પાણી વેરો પણ સામેલ છે, પરંતુ પાલિકાએ હજી પાણી પહોંચાડ્યું નથી. જેને કારણે નાગરિકોને કરોડો ખર્ચીને ટેન્કર મારફતે પાણી મેળવવું પડી રહ્યું છે.

ત્યારે ગામના અગ્રણીએ પાલિકાને નજીકમાંથી પસાર થતી કેનાલમાંથી વહી જતા પાણીને સૂકાભઠ થયેલા વેમાલી તળાવને ભરવા રજૂઆત કરી છે. 

રામભાઈ પટેલના જણાવ્યા મુજબ વેમાલીમાં કેનાલ બાયપાસ પાસે 24 કલાકમાં હજારો લિટર પીવાનું પાણી વિશ્વામિત્રીમાં વહી જાય છે. જેને પાઇપ દ્વારા તળાવમાં ભરવામાં આવે અને કેનાલ બાયપાસ નજીક ફિલ્ટર લગાવી પંપ હાઉસ બનાવાય. જેથી વેમાલીને 24 કલાક પીવાનું પાણી પૂરું પાડી શકાય. માત્ર નજીવા ખર્ચામાં તળાવ પણ ભરાઈ જશે અને તેના કારણે વિસ્તારનું ભૂગર્ભ જળ સ્તર પણ ઊંચું આવશે. જે બાદ બોરિંગથી પણ સરળતાથી પાણી મળી રહેશે.

Share :

Leave a Comments