MSUની આર્ટસ ફેકલ્ટીમાં પડી રહેલો કાટમાળ વિદ્યાર્થીઓએ ડીનની ઓફિસ બહાર ઠાલવ્યો

વિદ્યાર્થી સંગઠન યુવા શક્તિ ગ્રુપે સત્તાધીશોની આળસ દૂર કરવા અનોખો વિરોધ કર્યો

MailVadodara.com - Debris-falling-in-MSUs-Faculty-of-Arts-was-dumped-by-students-outside-the-Deans-office

- કાટમાળ નહીં હટાવનારા કોન્ટ્રાક્ટર સામે યુનિવર્સિટી કોઈ કાર્યવાહી કરતી નથી


વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ઐતહાસિક ઈમારતનું રિનોવેશન કર્યા બાદ પડી રહેલા કાટમાળના કારણે ફેકલ્ટી કેમ્પસ પણ ભંગાર અને કચરાનાં ઢગલામાં ફેરવાઇ ગયો છે, જેના કારણે વિદ્યાર્થીઓને પણ ભારે તકલીફ પડી રહી છે.

આ અંગે એક સપ્તાહ પહેલા રજૂઆત કર્યા બાદ પણ કાટમાળ હટાવવા માટે કોઈ કાર્યવાહી નહીં થતા આજે વિદ્યાર્થી સંગઠન યુવા શક્તિ ગ્રુપે સત્તાધીશોની આળસ દૂર કરવા માટે અલગ રીતે વિરોધ કર્યો હતો.


આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આજે થ્રી વ્હિલ સાઇકલમાં કાટમાળ ભરીને ડીનની ઓફિસ પાસે પહોંચ્યા હતા અને ત્યાં કાટમાળ ઠાલવ્યો હતો. વિદ્યાર્થીઓના આ વિરોધના પગલે ફેકલ્ટીમાં પણ હંગામો મચી ગયો હતો. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા હતા.


ફેકલ્ટી સૂત્રોનું કહેવું છે કે, કાટમાળ હટાવવા માટે ફેકલ્ટી ડીન પણ સંખ્યાબંધ વખત યુનિવર્સિટીના કન્સ્ટ્રક્શન વિભાગનું ધ્યાન દોરી ચુકયા છે. જોકે યુનિવર્સિટી હેડ ઓફિસમાં બેસનારા અધિકારીઓ એસી કેબિન છોડીને બહાર આવતા જ નથી. ડીન પોતે ફરિયાદ કરીને થાકી ગયા છે પણ કાટમાળ નહીં હટાવનારા કોન્ટ્રાક્ટર સામે યુનિવર્સિટી કોઈ જાતની કાર્યવાહી કરી રહી નથી.

Share :

Leave a Comments