વડોદરામાં ખુલ્લી ટ્રકોમાંથી ઢોળાતા મીઠાના કારણે અકસ્માતનો ભય, દડ કરી કાર્યવાહી કરવા માંગ

નવાયાર્ડના રેલવે ગોડાઉનમાંથી દર મહિને સોલ્ટ ભરીને ટ્રકો વડોદરા બહાર મોકલાય છે

MailVadodara.com - Danger-of-accidents-due-to-salt-spilling-from-open-trucks-in-Vadodara-demand-action

- સવારે અને રાત્રે ભેજ હોવાથી ડામર રોડ પર પડેલું મીઠું પીગળતા રોડને નુકસાન થાય છે, જેને કારણે રોડ ચીકાશવાળો થતાં વાહનો સ્લીપ પણ સ્લીપ થાય છે

વડોદરા શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે નવાયાર્ડ વિસ્તારમાં રેલ્વે ગોડાઉનમાંથી ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ ભરીને પસાર થતી ટ્રકોમાંથી રોડ પર સોલ્ટ (મીઠુ) ઢોળાતા રોડ પરથી પસાર થવું વાહન ચાલકોને મુશ્કેલ થઈ પડે છે, જેના કારણે સોલ્ટથી અકસ્માત થવાનો પણ ભય રહેતો હોવાથી પગલાં લેવા માંગણી કરવામાં આવી છે .

આ અંગે વડોદરા કોર્પોરેશનના કમિશનર અને સીટી એન્જિનિયરને પત્ર લખીને વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ ધ્યાન દોરવાની સાથે સાથે વડોદરા આરટીઓ કમિશનરને પણ રોડ પર સોલ્ટ ઢોળાવવા મુદ્દે કડક કાર્યવાહી કરી પગલાં લેવાની સાથે દંડ વસૂલ કરવા માંગણી કરી છે. તેમના કહેવા મુજબ દર મહિને આ રીતે રેલવે ગોડાઉનમાંથી ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ ભરીને ટ્રકો વડોદરા બહાર રવાના થાય છે. આ ટ્રકોમાં ભરેલા મીઠાના જથ્થા ઉપર કશું ઢાંકેલું પણ હોતું નથી, જેના કારણે ટ્રકોમાંથી સોલ્ટ એટલે કે મીઠું રોડ પર વેરાતું રહે છે. દર મહિને પાંચ છ દિવસ સુધી આ વિસ્તારમાં આ સમસ્યા રહે છે. સવારે અને રાત્રે હવામાં ભેજ હોવાથી રોડ પર પડેલું સોલ્ટ પીગળે છે અને તેના કારણે રોડ પણ ચીકાશ વાળો બનતા વાહનો સ્લીપ થવાના પણ બનાવો બને છે. 


આ અગાઉ વિસ્તારના કોર્પોરેટરોએ ફરિયાદો કરીને આવી ટ્રકો જપ્ત પણ કરાવી હતી, પરંતુ એ પછી પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ડામરવાળા રોડ પર મીઠું વેરાઈને પડતા ભેજના લીધે પીગળવાથી ડામરના રોડને પણ નુકસાન થાય છે. આમ ખુલ્લી ટ્રકોમાં લઈ જવાતા અને તેમાંથી વેરાતા મીઠાથી રોડ પર માત્ર અકસ્માતનો જ ભય નહીં, પણ કોર્પોરેશનના રોડને પણ નુકસાન થાય છે. કોર્પોરેશન અને શહેરીજનોના હિતને ધ્યાનમાં રાખીને આ મુદ્દે કોઈ સમાધાન નહીં કરવા અને રોડ પર વેરાતું મીઠું બંધ કરાવવા તેમજ દંડ કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

Share :

Leave a Comments