વાઘોડિયા રોડ ખાતેના કોમ્પલેક્ષમાંથી ક્રાઇમ બ્રાન્ચે જુગાર રમતા 6 લોકોને ઝડપી પાડ્યા

વાઘોડિયા રોડ ખાતેના મણકી રેસી કોમ પ્લાઝામાંથી જુગાર રમતા ઝડપાયા

MailVadodara.com - Crime-Branch-nabs-6-gambling-men-from-complex-at-Waghodia-Road

- પોલીસે દરોડામાં છ નંગ મોબાઈલ ફોન, રોકડા ે59,940 મળી કુલ રૂ. 82,440નો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતેના મણકી રેસી કોમ પ્લાઝામાં નવમા માળે મકાનમાં જુગાર રમતા છ જુગારીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી રૂ.82 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ક્રાઈમ બ્રાન્ચ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, શહેરના વાઘોડિયા રોડ ખાતેના મણકી રેસી કોમ પ્લાઝામાં નવમા માળે રહેતા કનૈયાલાલ ઠક્કર પોતાના મકાનમાં જુગાર રમાડી રહ્યા છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં કનૈયાલાલ ઉમરશી ઠક્કર (મણકી રેસી કોમ પ્લાઝા, વાઘોડિયા રોડ), ધીરજ કુમાર અમૃતલાલ ઠક્કર (શિલ્પગ્રામ સોસાયટી, સોમા તળાવ), પરેશ અશ્વિનભાઈ ખત્રી (પ્રધાનમંત્રી આવાસ યોજના, સયાજીપુરા), પંકજ ઇશ્વરભાઇ મિસ્ત્રી (કાન્હા આંગણ સોસાયટી, ખટંબા રોડ), અમિત લક્ષ્મણભાઈ પરમાર (નેહરુનગર-અગોરા મોલ પાછળ, સમા) અને મજહરઅલી કમરૂમિયા સૈયદ (મૂળ રહે-આણંદ /હાલ રહે-સંજયનગર, સમા)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમ્યાન છ નંગ મોબાઈલ ફોન, રોકડા રૂ. 59,940 મળી કુલ રૂ. 82,440નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Share :

Leave a Comments