ફૂટવેરની દુકાનના કાઉન્ટરમાંથી 22 હજાર રોકડની ચોરી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

દુકાનદાર ફરિયાદીએ હરણી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી

MailVadodara.com - Crime-Branch-nabbed-the-accused-who-stole-22-thousand-cash-from-the-counter-of-a-footwear-shop

- આરોપી સામે અગાઉ ચોરી તેમજ હદપાર ભંગના 9 ગુના નોંધાયેલા છે

શહેરના ખોડિયાર નગર ચાર રસ્તા નજીક ફૂટવેરની દુકાનના કાઉન્ટરમાંથી 22 હજાર રોકડની ચોરી કરનાર આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

ગત ચોથી ઓક્ટોબરના રોજ ખોડિયાર નગર પાસે આવેલી ફૂટવેર શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સે દુકાનદારની નજર ચૂકવીને કેશ કાઉન્ટરમાં હાથ નાંખીને 22 હજારની રોકડની ઉઠાંતરી કરી હતી. જે અંગે દુકાનદાર ફરિયાદીએ હરણી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે દુકાનના CCTV મેળવીને ગઠિયાની શોધખોળ હાથ ધરી હતી. 


આ દરમિયાન શહેર ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળી હતી કે, ચોરી કરનાર ઇસમ ઇરફાન ઉર્ફે વેપારી ઉસ્માનભાઈ શેખને શહેર પોલીસે તડીપાર કરેલો છે. તેમ છતાંય શહેરની હદમાં ફરીને વધુ ગુન્હા આચરી રહ્યો છે. અને આરોપી હાલ પાંડુગામ, તાલુકા ડેસર ખાતે રહે છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી ઇરફાન ઉર્ફે વેપારી ઉસ્માનભાઈ શેખ રહે. વુડાના મકાન, કાન્હા હાઇટ્સ સામે, ડભોઇ રોડ, વડોદરાનો ધરપકડ કરી હરણી પોલીસ મથકને હવાલે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ ઇસમ સામે અગાઉ ચોરી તેમજ હદપાર ભંગના 9 જેટલા ગુનાઓ રાવપુરા, મકરપુરા, પાણીગેટ, કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.

Share :

Leave a Comments