વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા ફરાર, તંત્રમાં દોડધામ

મહિલાને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી હતી, રાત્રે ફરાર થઇ ગઇ

MailVadodara.com - Corona-positive-woman-absconding-from-Sayaji-Hospital-in-Vadodara-running-in-the-system

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ભાગી જતાં તંત્રમાં દોડધામ મચી છે.

વડોદરા સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા સારવાર દરમિયાન વોર્ડમાંથી ફરાર થઇ ગઇ છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર પાદરાના આંતિ ગામની એક આધેડ મહિલાને શ્વાસ લેવામાં મુશ્કેલી અને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં તેનો કોરોના રિપોર્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જેથી કોરોના પોઝિટિવ મહિલાને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ મોડી રાત્રે આ કોરોના પોઝિટિવ મહિલા તેના કેસ પેપર લઇને કોઇને જાણ કર્યા વિના વોર્ડમાંથી ફરાર થઇ ગઇ હતી. જેથી મહિલાને શોધવા માટે તંત્રમાં દોડધામ મચી છે.

શહેરમાં ગઇકાલે નવા 9 કેસ આવ્યા વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, ગઇકાલે વડોદરા શહેરમાં કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 100,972 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. ગઇકાલે વધુ 5 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતો. આમ અત્યાર સુધીમાં કુલ 100,387 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 41 ઉપર પહોંચ્યો છે.

Share :

Leave a Comments