વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા પાણી, ડ્રેનેજ, બ્રીજના કોન્ટ્રાક્ટર દ્વારા ગત જુલાઈથી સરકારે અમલમાં મુકેલ જીએસટીમાં 12 ટકાની જગ્યાએ 18 ટકા કરવાના નિર્ણયને લઈને વડોદરા કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી સમક્ષ પોતાની માંગણી રજૂ કરી હતી.
સરકારના પરિપત્ર મુજબ 12 ટકાની જગ્યાએ 18 ટકા જીએસટી કરવામાં આવ્યો છે. અગાઉના પરિપત્ર મુજબ રાહત આપવામાં આવે અને કોરોનાકાળમાં ભાવ વધવાના બાબતે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તે બાબતે પોતાની માંગણી મૂકી હતી.
આ બાબતે પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે, આ નીતિવિષયક બાબત છે, જેની ચર્ચા કર્યા બાદ અથવા તો દરખાસ્ત મૂકી જરૂર મુજબ નિર્ણય લેવામાં આવશે.