વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતા પતિએ પત્નીના નામ વગરની ડુપ્લિકેટ ઇન્ડેક્ષ કોપી રજૂ કરીને લાઇટબિલમાં પોતાનું નામ ચઢાવી મકાન નામ પર કરી લીધુ હતું. પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયેલેન્સનો કેસ પણ ચાલુ છે. જેથી ખુદ પત્નીએ પતિ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના વાસણા રોડ પર વ્રજ વિહાર સોસાયટીમાં રહેતા હેમલત્તાબેન કુંદનભાઈ તીવરેકરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2008માં વ્રજવિહાર સોસાયટીમાં બી/16 નંબર મકાન મારા તથા પિતા કુંદન તીવરેકરના સંયુક્ત નામથી મકાન ખરીદ કર્યું હતું, પરંતુ મારા પતિ અમને શારીરીક અને માનસિક ત્રાસ આપતા હોવાના કારણે મેં વર્ષ 2024માં જે.પી.રોડ પોલીસ સ્ટેશન ખાતે મારા પતિ વિરુધ્ધમાં ત્રાસ આપવા બાબતે ફરીયાદ નોંધાવી હતી.
વર્ષ 2022માં મારા પતિ વિરુધ્ધ કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલેન્સ કેસ પણ કર્યો હતો. બન્ને કેસ હાલમાં નામદાર કોર્ટમાં ચાલુ છે. વર્ષ 2008માં અમે મકાન રજીસ્ટર દસ્તાવેજ કરી વેચાણે રાખ્યું હતું. જે મકાનના તમામ દસ્તાવેજમા મારુ તેમજ મારા પતિનું સયુક્ત નામ રાખ્યું હતુ. હાલમાં આ મકાનના દસ્તાવેજમાં મારું અને મારા પતિનું સંયુક્ત નામ તથા મકાનની ઈન્ડેક્ષ કોપીમા પણ પતિ પત્નિનું નામ ચાલતુ છે. અમારા મકાનનુ ઇલેક્ટ્રીક બિલ મારા પતિ ભરપાઈ કરતા હતા પરંતુ મકાનનુ બિલ પ્રમુખના નામથી લખાઇને આવતું હતું.
જેથી વર્ષ 2021માં મેં મહિનામાં મેં મારા પતિને લાઇટબીલ ભરવાનુ કહેતા તેઓએ લાઈટનું કનેક્શન કપાવી નાખીશ તેવા ઉડાવ જવાબ આપ્યો હતો. મને મારા પતિ પર શંકા જતા એમજીવીસીએલ કચેરી તાંદલજા ખાતે જઈ તપાસ કરતા લાઈટ વીલ મારા પતિ કુંદનભાઈ મહાદેવભાઈ તીવરેકરના નામ પર આવતું હોવાનું માલૂમ પડયું હતું.
જેથી મારા પતિએ પોતાના નામે લાઇટબીલ કરવા રજુ કરેલ દસ્તાવેજો આરટીઆઈથી એમજીવીસીએલ. કચેરી તાંદલજા ખાતેથી તપાસ કરતા મારા પતિએ ઇન્ડેક્સ કોપીમાં ચેડા કરીને મારુ નામ કાઢી નાખેલો દસ્તાવેજ રજૂ કર્યો હોવાનું માલૂમ પડડ્યું હતું. જેથી જે પી રોડ પોલીસે પતિ વિરુદ્ધ ઠગાઇનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.