વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પાકા કામનો કેદી પેરોલ જમ્પ કરીને ફરાર થઇ જતાં ફરિયાદ

MailVadodara.com - Complaint-after-Paka-Kama-prisoner-escaped-from-Vadodara-Central-Jail-by-jumping-parole

- કેદી પ્રવિણ મસુર પગીની પેરોલ રજા મંજુર થતાં 12 નવેમ્બરે પેરોલ રજા પર મુકત કરાયો હતો અને 23મીએ જેલમાં હાજર થવાનું હતું

વડોદરા મધ્યસ્થ જેલમાંથી પાકા કામના કેદી 10 દિવસની પેરોલ રજા પર મુકત થયા બાદ પરત જેલમાં હાજર નહીં થઇને ફરાર થઇ ગયો હતો. જેની જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે પોક્સોના ગુનામાં સજા કાપતો હતો.

શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે શિવમ સોસાયટીમાં રહેતા જે જે પરમાર વડોદરા મધ્યસ્થ જેલમાં જેલર તરીકે ફરજ નિભાવે છે. તેઓ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે, પ્રવિણ મસુર પગી (રહે. ઘાટડા, ઠે. પંચાયત ફળીયુ, તા-વિરપુર, જી-મહિસાગર)ને વિરપુર પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં સેન્ટ્રલ જેલમાં નામ. સ્પે. પોક્સો જજ અને એડી સેસન્સ કોર્ટ લુણાવાડાએ તા.05/01/2023ના રોજ 20 વર્ષની કેદ તથા દંડ રકમ રૂ.5000 તેમજ દંડ ન ભરવા બદલ વધુ 6 માસની સજા ફરમાવી હતી. જેથી પ્રવિણ પગી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતો હતો. દરમિયાન 10/11/2023ના રોજ દિન-10 (દસ) માટે પેરોલ રજા મંજુર થતાં કેદીને તા.12/11/2023ના રોજ પેરોલ રજા પર મુકત કરાયો હતો. કેદીએ રજા પૂર્ણ થયા બાદ તા.23/11/2023ના રોજ જેલમાં પેરોલ રજા પરથી હાજર થવાનુ હતું પરંતુ હાજર નહી થઇને કેદી ફરાર થઇ ગયો હતો.

Share :

Leave a Comments