પોલીસના સ્વાર્થ અને સગવડના રંગ...!!

MailVadodara.com - Color-of-police-selfishness-and-convenience

પોલીસ પારદર્શકતાના દાવા ભલે ગમે એટલા કરે, પરંતુ બોલવું અને કરવું એ બંને વચ્ચે આકાશ અને પાતાળ જેવો ફરક છે. પ્રસિદ્ધિ માટે મીડિયાને માથે બેસાડી લાલ જાજમ બીછાવતી પોલીસનું વર્તન મોટાભાગે 'ગરજ સરી અને વૈદ વેરી...' જેવું થઈ જાય છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર માત્ર એક કોલ અથવા ટૂંકા સમયના મેસેજમાં પોલીસને પ્રસિદ્ધિ આપવા ખડે પગે હાજર થઈ જતા મીડિયાને જ્યારે માહિતી (વીડિયો-ફોટા) જોઈતા હોય ત્યારે પોલીસ કલાકો સુધી ટટળાવે છે. ખાસ કરીને હાઈ પ્રોફાઈલ કેસની માહિતી મીડિયા સુધી પહોંચતા કલાકો થઈ જાય છે. મીડિયા સાથે અછૂતું વર્તન કરી અપમાનિત કરવામાં આવે છે.


કાઉન્સિલર અલ્પેશ લીમ્બાચીયાની મોડી રાત્રે ધરપકડ બાદ તેના વિઝુયલ અને ફોટા તથા વિગત મેળવવા વિવિધ મીડિયાની ટીમો ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચી હતી.પોલીસને જાણે મીડિયાની એલર્જી હોય તેમ ઓફિસ તો ઠીક પ્રાંગણમાં પણ પ્રવેશવા દેવામાં આવ્યું ન હતું. ક્રાઇમ બ્રાન્ચ ની બહાર ખુલ્લું મેદાન છે, એ મેદાનના ઝાંપા પણ મીડિયા માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. એટલે મીડિયાના પત્રકારો અને કેમેરામેનો ભદ્ર કચેરીના રોડ પર ઉભા રહેવા મજબુર થયા હતા. આ દરમ્યાન વરસાદ પણ પડ્યો હતો. 

ખેર, આ પરિસ્થિતિ માં લગભગ ત્રણ કલાક સુધી ઉભા રહીને મીડિયાએ તો એનું કામ કર્યું.. પરંતુ,પોલીસ તરફથી કોઈ અધિકારી કે કર્મચારી ફરક્યા શુદ્ધા  નહીં. ખેર, પોલીસ એક તરફ માનવતા અને શિસ્તની મોટી મોટી વાતો કરે છે તો બીજી તરફ આ તસ્વીર જ પોલીસના દાવા સામે સવાલો ઉભા કરે છે.

Share :

Leave a Comments