સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હુસેન સુન્ની અને જાવેદ શેખના ટોળાંઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઇ

કાસમઆલા કબ્રસ્તાન પાસે મોડી રાત્રે માથાકુટ કર્યા બાદ હોસ્પિટલમાં ફરી મારામારી થઇ

MailVadodara.com - Clashes-broke-out-between-the-mobs-of-Hussain-Sunni-and-Javed-Sheikh-who-came-for-treatment-at-Sayaji-Hospital

- હોસ્પિટલ સ્ટાફને ખબર પડે તે પહેલાં મારામારી થતાં પોલીસ બોલાવી મામલો થાળો પાડ્યો


વડોદરાની સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ પાસે મારામારીનો થઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ગત મોડી રાતનો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ મારામારી થતાં કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હતા, ત્યારબાદ અન્ય શખ્સો હોસ્પિટલમાં આવીને સ્ટાફને ખબર પડે તે પહેલા સારવાર માટે આવેલા દર્દીઓ સાથે છુટ્ટાહાથથી મારામારી ચાલુ કરી દીધી હતી. જોકે, શા માટે મારામારીનો બનાવ બન્યો તે અંગે હોસ્પિટલ તંત્રને જાણ નથી, મામલો ઉગ્ર બનતા હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલીક પોલીસને જાણ કરી હતી. પરંતુ સમગ્ર બનાવને લઈને અને વાયરલ વીડિયો જોતા સયાજી હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે.


આ અંગે સયાજી હોસ્પિટલના RMO ડી.કે. હેલૈયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે દર્દીઓ તાત્કાલિક સારવાર વિભાગમાં આવેલા હતા. જેમાં કાસમઆલા કબ્રસ્તાનથી આવેલા હુસેન કાલુમિયા સુન્ની અને જાવેદ શેખ આ લોકોને કંઈક મારામારી થઈ હશે. આ મારામારી બાદ ઇજાઓ થતા તેઓ સારવાર માટે અહીં આવ્યા હતા અને આ બનાવને લઇ કેટલાક શખ્સો ટોળામાં આવેલા હતા. સ્ટાફને ખબર પડે તે પહેલાં ઉશ્કેરાટમાં અને ઉશ્કેરાટમાં મારામારી થઈ હતી, ત્યારબાદ અમારો સ્ટાફ તાત્કાલિક પહોંચી અને પોલીસને જાણ કરી હતી અને મામલો થાળે પાડ્યો હતો.


વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. મામલો શું હતો તે બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતે અમને કોઈ જાણ નથી. એ લોકો બહારથી માથાકૂટ કરી આવ્યા હતા જેથી આ મામલે પોલીસ તપાસ કરશે બાદ ખબર પડશે. હાલમાં હોસ્પિટલમાં સિક્યુરિટી છે જ પરંતુ વધુ સિક્યુરિટી વધારવા માટે આદેશ આવે તાત્કાલિક સિક્યુરિટી વધારીશું અને આ મામલે હાઈ લેવલ મિટિંગ પણ કરીશું. આ મામલે હોસ્પિટલે સરકારને અને પોલીસને જાણ કરી છે અને જે રિપોર્ટ છે તે મોકલી આપીશું. અમે મિટિંગ બાદ સરકારી નિયમો અનુસાર શું થઈ શકે તેની વ્યવસ્થા કરીશું. આ મામલે કોઇ કમિટી નહીં રચાય સીધી એક્શન લેવામાં આવશે.


આ મામલે રાવપુરા પોલીસ મથકના PI પી.જી.તિવારીએ જણાવ્યું હતું કે, હાલમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવમાં હોસ્પિટલમાં પાઇપ વડે અને અન્ય હથિયારોથી હુમલો કરાયો છે તે કબ્જે લેવામાં આવ્યા છે. બબાલ કરી આરોપી ફરાર થઈ ગયા છે અને તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments