ફતેપુરા ભાંડવડામાં ગાયો પકડવાના મુદે ગૌપાલકોના બે જૂથ વચ્ચે ઝપાઝપી

પોલીસની હાજરીમા લાકડી ડંડા સાથે ઘર્ષણ થયું

MailVadodara.com - Clash-between-two-groups-of-cowherds-over-capture-of-cows-in-Fatepura-Bhandwada

- બે જૂથની સામ સામે ફરિયાદ હોવાથી અમે ગાયો પકડવા ગયા હતા : અધિકારી

- ખાનગી જગ્યાએ બાંધેલી બે ગાયો પાલિકાએ પકડયા બાદ છોડી દેવી પડી


વડોદરા શહેરના ભાંડવાડા વિસ્તારમાં ગાયો પકડવા ગયેલી પાલિકાની ટીમ સાથે ગૌપાલકોની રકઝક થઈ હતી. જયારે ગૌપાલકોના બે જૂથ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.


     વડોદરા શહેરના ભાંડવાડા વિસ્તારમાં ગૌપાલકોના બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. રખડતા ઢોર પકડતી પાલિકાની ટીમને ફરિયાદ મળી હતી કે ભાંડવાડા વિસ્તારમાં રોડ પર ગાયો બાંધવામાં આવે છે જે જોખમકારક છે. પાલિકાની ટીમ આજે ભાંડવાડા વિસ્તારમાં ગાયો પકડવા ગઈ હતી. આ દરમ્યાન પાલિકાની ટીમ સાથે ગૌપાલકોની રકઝક થઈ હતી. જયારે બે જૂથ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. પાલિકાની ટીમ સામે જ ગૌપાલકોના બે જૂથ વચ્ચે ઝપાઝપી થતા મામલો બીચક્યો હતો. જો કે સ્થળ પર હાજર પોલીસે માંડ માંડ મામલો થાળે પાડ્યો હતો. આ દરમ્યાન પાલિકાની ટીમેં ખાનગી જગ્યામાં બાંધેલી બે ગાયો છોડી મુકવાની ફરજ પડી હતી.


Share :

Leave a Comments