જેટકો પરીક્ષા લેવાના નિર્ણય પર અડગ રહેતા ઉમેદવારો હવે પરિવાર સાથે ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરશે

જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરાઇ હતી

MailVadodara.com - Candidates-who-are-adamant-about-their-decision-to-take-the-JETCO-exam-will-now-stage-a-vigorous-agitation-with-their-families-at-Gandhinagar

- જેટકોના એમ. ડી.એ હૈયાધારણા આપતા ઉમેદવારોએ 48 કલાક માટે આંદોલન સમેટી લીધુ હતું


- આજરોજ 48 કલાક પૂર્ણ થવા જતાં કોઇ નિરાકરણ ન આવતા ઉમેદવારો જેટકોના એમ.ડીને મળવા પહોંચ્યા હતા, જાેકે એમ.ડી ન મળતા જનરલ મેનેજર એચ.આર.ને રજૂઆત કરી હતી


જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે. વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા હતાં. ઉમેદવારોએ વિદ્યાર્થીનેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર તારીખ 21 અને 22 ડિસેમ્બર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં જેટકોના એમ. ડી.એ નિવેડો લાવવાની ધારણા આપતા ઉમેદવારોએ સરકારને 48 કલાકનો સમય આપી આંદોલન સમેટી લીધુ હતું. જાેકે આજરોજ 48 કલાક પૂર્ણ થતાં અને ભરતીને લઈને કોઈ નિરાકરણ ન આવતા ફરી ઉમેદવારો જેટકોની ઓફિસ પહોંચ્યાં છે. પાંચ ઉમેદવારોનું ડેલીગેશન જેટકોના એમ. ડી.ને મળવા ગયું હતું, પણ તેઓ હાજર નહોંતા. જેથી ઉમેદવારોએ જનરલ મેનેજરને રજૂઆત કરી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કામ અર્થે બહાર હોવાથી તેઓ આવ્યા ન હતા.


વડોદરા આવેલા ઉમેદવારોને આજે જેટકોના એમ.ડી. મળ્યા ન હતાં. જેથી જનરલ મેનેજર એચ. આર. જે. ટી. રાયે પોતાના નિર્ણય પર તટસ્થ હોવાની વાત કરી હતી. જેથી હવે ઉમેદવારો પરિવાર સાથે ગાંધીનગરમાં જઈને આંદોલનને આગળ વધારશે તેવી ચીમકી ઉચ્ચારી છે. વિદ્યાર્થીઓ રજૂઆત કરીની જેટકોની ઓફિસથી નીકળી ગયા છે.

- ઉમેદવાર યુવરાજસિંહ ઝાલાએ કહ્યું, ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને પણ મળીને ઉગ્ર રજૂઆત કરીશું

પોતાની રજૂઆત કરીને બહાર આવેલા ઉમેદવાર યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમે આજે એમડીને મળવા ગયા હતા. જોકે, એમ. ડી. કચ્છના પ્રવાસે હોવાથી તેઓ મળ્યા નથી. જેથી અમને જનરલ મેનેજર એચ.આર. કે.ટી. રાય મળ્યા હતા. તેઓએ અમને કહ્યું છે કે, અમે જે નિર્ણય લીધો છે, જેના પર અમે તટસ્થ છીએ. જેથી અમે ગાંધીનગરમાં પરિવાર સાથે ઉગ્ર આંદોલન કરીશું. ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને પણ મળીને ઉગ્ર રજૂઆત કરીશું.


અન્ય ઉમેદવાર બળદેવસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમે પોલ ટેસ્ટ આપવા તૈયાર છીએ, પરંતુ પરીક્ષા તો ફરીથી નહીં જ આપીએ. જેટકોના એમ.ડી.એ 22 ડિસેમ્બરે એમને નિવેડો લાવવાની હૈયાધરણા આપી હતી. તેઓ અમારી વાત નહીં સ્વીકારે તો અમે ગાંધીનગરમાં આંદોલન કરીશું. આજે અમે એમ. ડી.નો જવાબ માંગવા આવ્યા હતા, પણ તેઓ હાજર નથી. માંગણી પુરી નહીં થાય તો આંદોલન કરીશું.

Share :

Leave a Comments