મેયર કપના ખેલાડીઓ માટે ગણવેશ ખરીદવા આડે અહમ નું ગ્રહણ..!!

ભાજપમાં શીત યુદ્ધ ચરમસીમાએ...!

MailVadodara.com - Buying-uniforms-for-the-Mayor-Cup-players-is-an-eclipse-of-ego

- બે હોદેદારો ની લઢાઈ માં કાઉન્સિલરોની હાલત "પાડા પાડા લઢે અને ઝાડ નો ખોળો નીકળે જેવી..!!"

વડોદરા શહેર ભાજપમાં ચાલતી જૂથબંઘીએ ક્રિકેટની રમતમાં પણ ગ્રહણ ઉભું કર્યું છે. મેયર ઇલેવન ની ટુર્નામેન્ટને માંડ બે દિવસ બાકી છે ત્યારે ગણવેશના ઠેકાણા નથી.

          વડોદરા શહેર ભાજપમાં હાલમાં પરિસ્થિતિ "કૂતરો ખેંચે ગામ ભણી અને શિયાળ ખેંચે સીમ ભણી" જેવી  છે. ભાજપના સંઘઠન અને પાલિકાના પદાધિકારીઓ વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે એ જગ જાહેર છે. પાલિકાના બે હોદેદારો વચ્ચે પણ ચાલતું આવુ જ શીત યુદ્ધ કાઉન્સિલરો માટે કફોડી પરિસ્થિતિ ઉભી કરી રહ્યું છે. પાલિકાના બે હોદેદારો ના ગજગ્રાહ ને કારણે કાઉન્સિલરો અવઢવમાં મુકાય છે. કાઉન્સિલરો સંગઠનમાં ફરિયાદ કરે તો બંને હોદેદારો ના ગોડ ફાધરો તેમના પક્ષ લઈ મેદાનમાં ઉતરી પડે છે. છેવટે કાઉન્સિલરો ને "અદપ પલાંઠી મોઢે આંગળી" કરી ચુપચાપ તમાશો જોવો પડે છે. તાજેતરમાં આવા ગજગ્રાહે ક્રિકેટની રમતમાં પણ ગ્રહણ ઉભું કર્યું હતું. આધારભુત વર્તુળોથી મળતી માહિતી મુજબ આંતર રાજ્ય મહાનગર પાલિકાના મેયર કપ માટે વડોદરાની શરૂઆત આગામી ૨૯ તારીખ થી થઈ રહી છે. જો કે ટુર્નામેન્ટ રમવા જનાર કાઉન્સિલરો અને અન્ય સભ્યો માટે હજી ગણવેશ અને શૂઝ ખરીદવામાં આવ્યા નથી. આની પાછળ નું કારણ પાલિકાના એક હોદેદાર ની આડોડાઈ હોવાનું કહેવાય છે. ગણવેશ માટે અગાઉ થી ઓર્ડર આપવામાં આવે છે પરંતુ આ વર્ષે કોઈ ને કોઈ કારણ આગળ ધરી ઓર્ડર આપવાનું ટાળવામાં આવ્યું છે. સંગઠન ના હોદેદારો પણ આ બાબતની માહિતી હોવા છતાં કાંઈ કરી શક્યા નથી. આમ ભાજપમાં શીત યુદ્ધ અહમ ની લઢાઈમાં પરિવર્તિત થઈ રહી છે. એમાં પણ જાણવા મળ્યું છે કે જૂથબંધીની રજુઆત પ્રદેશ કક્ષાએ પણ થઈ શકે છે.

Share :

Leave a Comments