વાઘોડિયા રોડ પર દારૂનો અડ્ડો ચલાવતા બુટલેગરને ત્યાં દરોડા, 4ની ધરપકડ, એક વાન્ટેડ જાહેર કરાયો

સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમી આધારે નાલંદા પાણી પાસેના સ્લમ ક્વાર્ટર્સમાં દરોડો પાડ્યો

MailVadodara.com - Bootlegger-running-liquor-hangar-on-Waghodia-Road-raided-4-arrested-one-declared-wanted

- દારૂની 259 બોટલો, રોકડા તથા ત્રણ વાહનો મળી 1.42 લાખનો મુદ્દામાલ જપ્ત

શહેરના વાઘોડિયા રોડ નાલંદા પાણીની ટાંકી પાસે દારૂનો અડ્ડો ચલાવતા માથાભારે બુટલેગરની ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈકાલે રેડ પાડી હતી. પોલીસે 47000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. 

વડોદરા શહેરના વાઘોડિયા રોડ નાલંદા પાણીની ટાંકી પાસે આવેલા વિદેશી સ્લમ ક્વાર્ટર્સમાં નામચીન બુટલેગર જીગો ચામડો વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે રેડ પાડવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી સાગર પ્રકાશભાઈ પ્રજાપતિ (રહે. સહકાર નગર, કુકાજીનું વાડિયું, વાઘોડિયા રોડ), વાસુ ઉર્ફે વીકી હસમુખભાઈ કહાર (રહે. શ્રમ ક્વાર્ટર્સ, નાલંદા પાણીની ટાંકી પાસે), ચંદ્રકાંત ઉર્ફે પપ્પુ શાંતિલાલ બારોટ (રહે. ગાજરાવાડી) તથા શૈલેષ સીતારામભાઈ રાજપુત (રહે. સ્લમ ક્વાર્ટર્સ, નાલંદા પાણીની ટાંકી પાસે)ને ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પાસેથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. 

પોલીસને આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો જીગા ચામડાનો છે અને તેના બીજા મકાન શિવાલય રેસીડેન્સીમાં પોલીસે તપાસ કરતા ત્યાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને બિયરની 259 બોટલો તથા રોકડા અને ત્રણ વાહનો સહિત કુલ 1.42 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો જ્યારે બુટલેગર જીગા ચામડાને વોન્ટેડ જાહેર કર્યો છે.

Share :

Leave a Comments