વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને બેફામ ગાળો બોલનાર શખ્સની ધરપકડ

કટ્રોલ રૂમમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી હતી

MailVadodara.com - Arrest-of-man-who-called-Vadodara-police-control-room-and-uttered-obscenities

- પત્ની સાથે થયેલા છૂટાછેડા બાદ માનસિક હતાશ થયેલા પતિએ પોતાનો રોષ વ્યક્ત કરવા ગાળો બોલ્યાની કબૂલાત

વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાળો બોલનાર સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીની શોધખોળ કરીને તેને દબોચી લીધો છે. આ કૃત્ય કરનારે પોલીસને જણાવ્યું કે, તેણે પોતાનો રોષ વ્યક્ત કરવા માટે આમ કર્યું છે. અને તેના તેની પત્ની સાથે છુટાછેડા થયેલા છે.

રાવપુરા પોલીસ મથકમાં મહિલા હેડ કોન્સ્ટેબલ ભાવનાબેન ગેમાભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે. 100 નંબર પર ઇમરજન્સી કોલ આવે તો તેની ફરિયાદ સાંભળીને વર્ધિ લખવાનું તેમની ફરજનો ભાગ છે. ગત તા. 26 નવેમ્બર, 2023ના રોજ બપોરે સાડા ત્રણ-ચાર વાગ્યાના અરસામાં 100 નંબર પર ઇમરન્સી કોલ આવ્યો હતો. જે રિવીસ કરતા સામેવાળી વ્યક્તિએ કોઇ પણ હકીકત જણાવ્યા વગર તેમજ પોતાનું નામ-સરમાનું જણાવવાની જગ્યાએ ફોન પર જેમ-તેમ ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ અન્ય એક નંબર પરથી પણ પોલીસ કંટ્રોલ રૂમમાં આ જ પ્રકારે ગાળો બોલવામાં આવી હતી. તે દિવસે અજાણ્યા ઇસમે આઠ જેટલા ફોન કરીને આ પ્રકારે ગાળો આપી હતી. જેને પગલે મહિલા હેડ કોન્સ્ટેબલે અજાણ્યા ઇમસ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ બાદ રાવપુરા પોલીસે આ અજાણ્યા શખ્સની તપાસ આદરી હતી. જેમાં રાવપુરા પોલીસે મૂળ મહારાષ્ટના અને હાલ ડભોઇ રોડ પર આવેલા સાફલ્ય આર્કેડમાં રહેતા 47 વર્ષીય મધુકર મંગળભાઇ પાટીલને ઝડપી પાડ્યો હતો. રાવપુરા પોલીસે આરોપીની પુછપરછ કરતા જાણવા મું હતું કે, મધુકર પાટીલના બે વર્ષ પહેલાં પત્ની સાથે છુટાછેડા થયા હતા અને પોલીસ કેસ પણ થયો હતો. જેને પગલે તે ડિપ્રેશનમાં રહેતો હતો. જે બાદથી તેને પોલીસ સામે છુપો રોષ હોવાનું તેણે જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, જાેકે મધુકર પાટીલ મોબાઇલથી ફોન કરીને સુરત પોલીસ સામે પોતાનો રોષ વ્યક્ત કરવા માંગતો હતો, પરંતુ ફોન વડોદરા પોલીસ કટ્રોલ રૂમને લાગતો હતો, અને આ વાતથી તે અજાણ હતો.

Share :

Leave a Comments