વડોદરામાં કન્ટેનરોમાં ચાલતી આંગણવાડીઓનું મેન્ટેનન્સ નહીં થતાં તે પણ બિસ્માર હાલતમાં!!

કન્ટેનરમાં આંગણવાડીઓ શરૂ થયાને સાતથી આઠ વર્ષનો સમય થયો છતાં મેન્ટેનન્સ નહીં!

MailVadodara.com - Anganwadis-running-in-containers-in-Vadodara-are-also-in-a-dilapidated-condition-due-to-lack-of-maintenance

- તત્કાલીન કમિશનર વિનોદ રાવે જુના જર્જરીત મકાનોમાં ચાલતી આંગણવાડીઓ હટાવીને અદ્યતન સુવિધાવાળા કન્ટેનરમાં આંગણવાડીઓ કાર્યરત કરી હતી!


વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં કન્ટેનરમાં આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવી છે ત્યારે છાણી વિસ્તારની કન્ટેનરમાં ચાલતી આંગણવાડીની ભંગાર હાલત થઈ ગઈ છે, છતાં પણ કોર્પોરેશનનું તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી જે અંગે આજે સ્થાનિક રહીશો અને કોર્પોરેટરે કોર્પોરેશનને રજૂઆત કરી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ વિસ્તારોમાં બાળકો અભ્યાસ કરી શકે તે માટે આંગણવાડી ચલાવવામાં આવે છે. આ આંગણવાડીઓ મોટે ભાગે ભાડાના મકાનમાં ચાલતી હોય છે, જે મકાનો જર્જરીત થઈ ગયા હતા. જેને ધ્યાનમાં રાખી તત્કાલીન કમિશનર વિનોદ રાવ દ્વારા જુના જર્જરીત થયેલા મકાનોમાંથી આંગણવાડીઓ હટાવીને અદ્યતન સુવિધાવાળા કન્ટેનરમાં આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવી હતી. કન્ટેનરમાં આંગણવાડીઓ શરૂ થયાને પણ સાતથી આઠ વર્ષનો સમય વીતી ગયો છે, જેથી કન્ટેનરનું યોગ્ય મેન્ટેનન્સ નહીં થતાં તે પણ ભંગાર હાલતમાં થઈ રહ્યા છે. 


છાણી વિસ્તારમાં આવેલી આંગણવાડી જે કન્ટેનરમાં કાર્યરત છે તેમાં નીચેના ફ્લોરિંગનો કેટલોક ભાગ તૂટી ગયો છે, તો બાથરૂમની પણ યોગ્ય સુવિધા નથી. જે અંગે આજે વોર્ડ નંબર એકના સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલે અને સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય કે પછી કોર્પોરેશન હોય તેવો પ્રાથમિક શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ બાળકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તે મળતી નથી. હાલમાં છાણી ખાતે કન્ટેનરમાં કાર્યરત આંગણવાડીની હાલત ભંગાર થઈ ગઈ છે તો તેને તાત્કાલિક બદલવાની જરૂર છે અથવા તો આંગણવાડી માટે અલગથી મકાન બાંધવાની માંગણી કરવામાં આવી છે.

Share :

Leave a Comments