મફત કલાડા નહિ આપતા પોલીસે દ્વેષ રાખી કાર્યવાહી કર્યાની તપાસ શરૂ

રાજમહેલ રોડ પર શ્રમજીવી ફતાલાલે

MailVadodara.com - An-investigation-has-started-that-the-police-did-not-give-free-clothes-out-of-spite

- શ્રમજીવી એ પોલીસ પર  ત્રણ ક્લાડા મફત માંગ્યાના આક્ષેપો કર્યા હતા

- સ્થળ પરના વીડિયો અને ફતાલાલ સામેની FIR માં વિરોધાભાસ


- FIR માં ફતાલાલ સામે કાર્યવાહીનું કારણ સડક પર દબાણ બતાવ્યું છે, જ્યારે વીડિયો માં  કોન્સ્ટેબલ કલાડા લેવા આવ્યાનું સ્પષ્ટ કહી રહ્યા છે...!

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર શ્રમજીવીએ કુલડી  નહીં આપતાં તેની સામે દ્વેષ ભાવ રાખી  કાર્યવાહી કરવાના બનાવમાં તપાસના આદેશ થયા હતા. "મેઈલ વડોદરા"  ના અહેવાલ બાદ ટ્રાફિક વિભાગના એસીપી ને સમગ્ર બનાવની તપાસ સોંપવામાં આવી છે.


વડોદરા શહેરના રાજમહેલ રોડ પર કાશીવિશ્વનાથ મંદિર સામે સડકના કિનારે  જીપ ઉભી રાખી શ્રમજીવી માટીના વાસણો અને લેપટોપ ના ટેબલ વેચતો હતો. શ્રમજીવી ફ્તાલાલ ના જણાવ્યા મુજબ ટ્રાફીક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે વસાવા હોળીના દિવસે તેમની જીપમાં કોસ્ટેબલ અને TRBના ડ્રાયવર સાથે આવ્યા હતા અને તેની પાસે ત્રણ કલાડા માંગ્યા હતા. ફ્તાલાલે કલાડા મફ્ત આપવાનો  ઇન્કાર કરતાં પોલીસે કાયદાની આડમાં તેની સામે કાર્યવાહી કરી હતી. "મેઈલ વડોદરા" એ ફ્તાલાલની કેફીયત અને પોલીસનું શું કહેવું છે  એ બંને હકીકત દર્શાવતો અહેવાલ રજુ કર્યો હતો. આ દરમ્યાન "મેઈલ વડોદરા"ના અહેવાલ બાદ તપાસના આદેશ  કરવામાં આવ્યા છે. આ અંગે ટ્રાફિક વિભાગના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ વસાવાએ ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું હતું. આ સમગ્ર બનાવની તપાસ મને સોંપવામાં આવી છે અને તપાસ શરૂ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે તપાસના અંતે કાર્યવાહી થાય છે કે નહીં?



Share :

Leave a Comments