કમાટીબાગ સ્થિત બરોડા મ્યુઝિયમમાં શહેરના 14 ફોટોગ્રાફરના 70 ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજાયું

દર વર્ષે 19મી ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવાય છે

MailVadodara.com - An-exhibition-of-70-photographs-by-14-photographers-from-the-city-was-held-at-the-Baroda-Museum-in-Kamatibagh

- આ પ્રદર્શન જાહેર જનતા માટે આગામી 29 તારીખ સુધી ખુલ્લું રહેશે


વડોદરા શહેર સંસ્કારી અને કલાનગરી છે, ત્યારે આજે વિશ્વ ફોટોગ્રાફી દિન નિમિત્તે શહેરના કમાટીબાગ ખાતે આવેલ બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી દ્વારા પુરાતત્વ અને સંગ્રાહલયની કચેરીના સહયોગથી કેપ્ચર્ડ મુમેન્ટ્સ એ જર્ની થ્રુ લેન્સ નામી ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફાઇન આર્ટસ ફેકલ્ટી બેઝ્ડ શહેરના જાણીતા 14 ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવેલા વિવિધ વિષયોના 70 જેટલા ફોટોગ્રાફ્સને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. આ પ્રદર્શન જાહેર જનતા માટે આગામી 29 તારીખ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. આ ફોટોગ્રાફીમાં બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ્સે આકર્ષણ જમાવ્યું છે.


આ પ્રદર્શન અંગે બરોડા મ્યુઝિયમના ક્યુરેટર કિરણ વરીઆએ જણાવ્યું હતું કે, દર વર્ષે 19મી ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ખાસ રીતે ઉજવવા માટે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ખાતે 14 જાણીતા કલાકારો કે જે ઓફાઈન આર્ટ્સમાંથી પાસ આઉટ છે તે લોકોએ કરેલી ખાસ ફોટોગ્રાફી અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. જેમાં 14 જેટલા નામાંકિત કલાકારોની 70 કલાકૃતિઓ અહીં મૂકવામાં આવી છે. જેમાં શહેરના જાણીતા નામાંકિત લોકોના ફોટોગ્રાફ અહીં મૂકવામાં આવ્યા છે. દરેકની ફોટોગ્રાફી કુદરત અને કુદરતીની આસપાસ જોડાયેલી હોય છે જેને આપણે અવગણના કરતા હોઈએ છીએ. આ ફોટોગ્રાફી પ્રદર્શન આજથી 29 ઓગસ્ટ સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.


ફોટોગ્રાફ આર્ટિસ્ટ સંજના શેલતે જણાવ્યું હતું કે, હું એક આર્ટિસ્ટ છું અને પેઈન્ટર અને પ્રિન્ટ મેકર ફોટોગ્રાફી 15 વર્ષથી સિરિયસ ફોટોગ્રાફી કરી રહ્યો છું. મારી ફોટોગ્રાફીમાં ટ્રાવેલ ફોટોગ્રાફી સાથે કલર અને બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી બહુ જ ગમે છે. જેમાં બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી મને એટલા માટે ગમે છે કે, મારે જે કઈ કહેવું હોય તે ઘણું સારી રીતે કહી શકું છું. મને પર્સનલી  બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી સારી ગમે છે. આમ તો ફોટોગ્રાફી કલરમાં જ સારી થતી હોય છે. અહીંયા દર્શાવેલ ફોટોગ્રાફ્સ બ્લેક એન્ડ વ્હાઈટ છે. જેમાં લાઈટના કારણે જે શેડો પડે છે અને પેટન્ટ ક્રિએટ થાય છે, જે સ્ટોરી મને ખૂબ સારી લાગે છે અને ઘણી ગમે છે. અને બીજું એક ઇલ્યુજન કાચ હોય, પાછળની વસ્તુ દેખાતી હોય, આગળનું રીફલેક્શન પડતું હોય એ રીતે પાણીમાં અને પાણીની બહાર એ રીતે જે ઇલ્યુશન્સ ક્રિએટ કરતા હોય છે તેના આધારે ફોટોગ્રાફી બહુ જ ગમે છે.

Share :

Leave a Comments