વડોદરાની અગ્રવાલ સેવા સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ, વિશિષ્ટ વ્યક્તિઓ અને મંડળોનો સન્માન સમારોહ યોજાયો

કારેલીબાગ સ્થિત પાર્ટી પ્લોટમાં આયોજીત કાર્યક્રમમાં સમાજના 100 વ્યક્તિઓનું સન્માન કરાયું

MailVadodara.com - Agarwal-Seva-Samiti-of-Vadodara-organized-a-felicitation-ceremony-for-brilliant-students-distinguished-individuals-and-groups

- અગ્રવાલ સેવા સમિતિની નવી બોડીની જાહેરાત પણ કાર્યક્રમમાં કરવામાં આવી

વડોદરા શહેરની અગ્રવાલ સેવા સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ, સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ અને સમાજના મંડળોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કારેલીબાગમાં પાર્ટી પ્લોટમાં આયોજીત કાર્યક્રમમાં સમાજના 100 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ સમાજના વિશિષ્ઠ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

આ સન્માન સમારોહમાં ધોરણ 10ના 37 વિદ્યાર્થીઓ, ધોરણ 12 અને સ્નાતકના 15 વિદ્યાર્થીઓ, અનુસ્નાતકના 7 વિદ્યાર્થીઓ, 5 તબીબી વિદ્યાર્થીઓ, 1 GST ઇન્સ્પેકટર, 2 CA, 1 એડવોકેટ, 1 CS, 1 Ph.Dના વિદ્યાર્થી અને 1 LIC અધિકારીને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ ઉપરાંત અગ્રવાલ સમાજમાં વિશિષ્ટ કામ કરતાં જેમ કે, અગ્રવાલ સમાજમાં કોઈનું મૃત્યુ થાય તો અંતિમવિધિ અને અંતિમ સંસ્કારમાં મદદ કરવી, સમાજના આર્થિકરૂપે નબળા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવી, શબવાહિની દાનમાં આપવી, મંદિરો અને આશ્રમોમાં દાન આપવું, હિન્દુત્વ અને ધર્મનો પ્રચાર પ્રસાર કરનારા, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવેલ, પૂનમના એક દિવસ પહેલાં ડાકોર પાસે પદયાત્રીઓ માટે જાહેર ભંડારો કરવો જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતા અને નામના મેળવેલ સમાજના લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ સાથે જ અગ્રવાલ સેવા સમિતિની નવી બોડીની જાહેરાત પણ કાર્યક્રમમાં કરવામાં આવી. જેમાં ચેરપર્સન તરીકે રાધેશ્યામભાઈ બદ્રીપ્રસાદ અગ્રવાલ, પ્રમુખ તરીકે રવિભાઈ અગ્રવાલ, ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ અગ્રવાલ, નરેન્દ્રભાઇ અગ્રવાલ, મહામંત્રી તરીકે પુરષોત્તમ રાધેશ્યામભાઈ અગ્રવાલ, સહ-મંત્રી તરીકે સંતોષભાઇ અગ્રવાલ, ખજાનચી તરીકે મનીષભાઈ રામઅવતારભાઈ અગ્રવાલ, સહ-ખજાનચી તરીકે દિપકભાઈ સત્યનારાયણભાઈ શાહ, મીડિયા કન્વીનર તરીકે વિક્કીભાઈ શાહ અને સહ-કન્વીનર તરીકે જીતુભાઈ અગ્રવાલના નામની જાહેરાત કરવામાં આવી. સાથે જ કમિટી સભ્યોમાં અનિલભાઈ, દિનેશભાઈ, પવનભાઈ, સંજયભાઈ, સુનીલભાઈ, મનીષભાઈ, સત્તુભાઈ અને દિપકભાઈના નામની જાહેરાત કરાઈ હતી. આ સાથે જ અગ્રવાલ સેવા સમિતિ દ્વારા અગ્રવાલ સમાજના લોકો માટે સદસ્યતા અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી હતી.

મુખ્ય અતિથિ તરીકે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અતિથિ વિશેષ તરીકે વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ અગ્રવાલ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ અને સમાજના મંડળોના આગેવાનોને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના લોકો જોડાયા હતા.

Share :

Leave a Comments