રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો કરી શહેર છોડી ભાગી ગયેલા એક-એકને પકડી લાવી કાર્યવાહી કરીશું

પથ્થરમારાની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે : હર્ષ સંઘવી

MailVadodara.com - Action-will-be-taken-against-those-who-ran-away-from-the-city-by-pelting-stones-during-Ramji-procession

- કોઈ પણ વ્યક્તિ ખોટી અફવાઓ ફેલાવશે અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેની સામે ગંભીરમાં ગભીર પગલા ભરવામાં આવશે

વડોદરા શહેરમાં રામનવમીની યાત્રા પર થયેલા પથ્થરમારામાં વડોદરા શહેર છોડીને ભાગી ગયેલાઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચીમકી રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચારી હતી.

વડોદરામાં રામનવમી નિમિત્તે રામજીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભવન ખાતે બેઠક કર્યાં બાદ આજરોજ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પથ્થરમારો કરીને જેઓ શહેર છોડી ભાગી ગયા છે, તેઓ ગમે ત્યાં છુપાયા હશે, તેઓેને એક-એકને પકડીને લાવીશું અને તેમની સામે કડક કાર્યવાહી કરીશું. આ બાબતે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે.


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણે મહેનત કરીને ગુજરાતને દેશમાં નંબર-1 બનાવ્યું છે. ગુજરાતમાં કોઈપણ ધર્મના ઉત્સવો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે. આપણે ઇદનો તહેવાર હોય કે, દિવાળીનો તહેવાર હોય આપણે ક્યારેય કોઈ ભાગલા પાડ્યા નથી. રામનવમીમાં યાત્રા ચાલતી હોય અને પથ્થરમારો થાય એ અતિ ગંભીર બાબત છે. અમે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. હાલ તે દિવસના સીસીટીવી અને વીડિયોની મદદથી તોફાનીઓને પકડવામાં આવી રહ્યા છે. જે શહેર છોડીને ગમે ત્યાં છૂપાયા હોય તેઓએ એક એકને પકડીને લાવીશું અને તેમની સામે કડક કાર્યવાહી કરીશું. કોઈ પણ વ્યક્તિ ખોટી અફવાઓ ફેલાવશે અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેની સામે ગંભીરમાં ગભીર પગલા ભરવામાં આવશે. પોલીસ સંપૂર્ણ તૈયાર છે.

કેન્દ્રીય એજન્સી અને કેન્દ્રીય ગૃહ વિભાગ પથ્થરમારાની ઘટનાને લઈને તમારી સાથે લાઇઝનિંગમાં છે તે બાબતે તેમણે જણાવ્યું હતું કે, આ રાજ્ય કક્ષાની મેટર છે અને રાજ્ય સરકાર તેની ઉપર ગંભીરતાથી નજર રાખી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે હેડ સ્પીચ આપનારા વ્યક્તિઓ હોય જેને કારણે તોફાનોની શક્યતાઓ રહેલી છે તેવા સામે પણ ગુજરાત સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. આવા વ્યક્તિઓ સામે પણ કોઈની શેહ શરમમાં આવ્યા વિના કાર્યવાહી કરવામાં આવી છે.

Share :

Leave a Comments