વડોદરામાં કાકાના ઘરેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ લઇ જઇને વિશ્વાસઘાત કરનાર આરોપી ઝડપાયો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી આધારે આર.વી.દેસાઈ રોડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી

MailVadodara.com - Accused-of-treachery-caught-by-taking-gold-and-silver-ornaments-cash-from-uncles-house-in-Vadodara

- 17 વર્ષ સુધી ફરાર આરોપી ભત્રીજાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

વડોદરામાં વર્ષ 2007માં રણોલી ગામના કાકાના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના રોકડ રકમ લઇ જઇ વિશ્વાસઘાત કરનાર અને 17 વર્ષ સુધી ફરાર આરોપી ભત્રીજાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપીંડીના ગુન્હામાં ફરાર આરોપી મિથુનભાઇ ઉર્ફે કાળીયો મહેન્દ્રભાઇ પટેલ (રહે.જુનાગઢ તળેટી, આનંદ આશ્રમ, જુનાગઢ) છેલ્લા 17 વર્ષથી નાસતો ફરતો હતો. જેને ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સ આધારિત તપાસ દરમિયાન નાસતો ફરતો હતો. આરોપી શહેરના આર.વી.દેસાઈ રોડ વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળતાં જ ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લોની ટીમે આર.વી.દેસાઈ રોડ વિસ્તારમાં સતત ખાનગી રાહે વોચ તપાસ કરી આ નાસતા ફરતા આરોપીને જયરત્ન ચાર રસ્તા પાસેથી શોધી કાઢવામાં આવ્યો હતો.

આ ગુન્હા અંગે આરોપી મિથુનભાઇ ઉર્ફે કાળીયો મહેન્દ્રભાઇ પટેલની સામે નોંધાયેલ ગુનાની વિગત જોતાં આરોપીના પિતા જુનાગઢ ખાતે મરણ પામતા આરોપીના રણોલી ગામમા રહેતા કાકાએ આરોપીને તેના મકાનમાં રાખ્યા હતા. ત્યારે તા.12/07/2007ના રોજ સાંજના સાડા પાંચથી સાત વાગ્યાના સમય દરમિયાન ઘરમાં એકલતાનો લાભ લઈ આરોપી મિથુન ઉર્ફે કાળીયાએ પલંગના ગાદલા નીચેથી ચાવી કાઢી તિજોરી ખોલી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડા મળી કુલ 1,35,500 મતા લઇ જઇ કાકા સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઇ ગયા હતા.

Share :

Leave a Comments