વડોદરામાં લગ્નની લાલચે અપહરણ કરી 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચનાર આરોપીની ધરપકડ

બાપોદ વિસ્તારમાં રહેતી મહિલાએ આરોપી જયેશ પરમાર સામે ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Accused-arrested-for-kidnapping-and-raping-16-year-old-girl-in-Vadodara

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવકે 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સગીરાની માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે બાપોદ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી જયેશ મુળજીભાઈ પરમાર મારી 16 વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવીને અપહરણ કરીને લઇ ગયો હતો અને હાલોલ ખાતે એક રૂમમાં રાખીને અવારનવાર મારી દીકરી પર દુષ્કર્મ કર્યું હતું. આ ઉપરાંત આરોપીએ ઘરે આવીને પણ મારી દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી મેં આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં આરોપી જયેશ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

બાપોદ પોલીસે આ મામલે પોક્સો એક્ટ હેઠળ આરોપી જયેશ પરમાર સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી અને પીડિતાના મેડિકલની કાર્યવાહી શરૂ કરી છે. બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઇ સી. પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, અમે પીડિતાની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments