ભરૂચના દયાદરા ફાટક પાસે ગેટમેને ફાટક બંધ ન કરતાં કન્ટેનર અને ગુડ્ઝ ટ્રેન વચ્ચે અકસ્માત

અકસ્માતને પગલે ગુડ્ઝ ટ્રેનના નવા જ એન્જીનના આગળના ભાગે ભારે નુકશાન થયું

MailVadodara.com - Accident-between-container-and-goods-train-near-Dayadara-gate-of-Bharuch-gateman-not-closing-the-gate

- ગુડ્ઝ ટ્રેન સાથે ટક્કર બાદ કન્ટેનર પલટી ખાઈ ખાડામાં પડી ગયું


ભરૂચ -દહેજ રેલવે કંપની લિમિટેડની રેલલાઈન ઉપર દયાદરા રેલવે ફાટક ઉપર ગેટમેનની લાપરવાહીના લીધે ટેન્કર ટ્રેક ઉપર ઘુસી જતા ગુડ્ઝ ટ્રેન સાથે જોરદાર ટક્કર સર્જાઇ હતી.


ભરૂચનું દયાદરા ગામ ભરૂચ-દહેજ BDRCLની રેલવે લાઈનના લીધે બે ભાગમાં વહેચાઈ ગયું છે. જ્યાં રેલવે ફાટક ઉપર મુકેલા ગેટમેનની લાપરવાહીના કારણે ફાટક બંધ ન કરાતા કન્ટેનર અને ગુડ્ઝ ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગેટમેન નશામાં હોય માલગાડી આવતી હોય તેમ છતાં ગેટ બંધ કર્યો ન હતો. અને કન્ટેનર ચાલક ટ્રેક પર આવી ચઢતા અચાનક ગુડ્ઝ ટ્રેન આવતા ટ્રાફિકને લીધે તે નીકળી ના શકતા આ દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં ગુડ્ઝ ટ્રેન સાથે ટક્કર બાદ કન્ટેનર પલટી ખાઈ ખાડામાં પડી ગયું હતું. જ્યારે ગુડ્ઝ ટ્રેનના નવા જ એન્જીનના પણ આગળના ભાગે ભારે નુકશાન થયું હતું.


આ ઘટનામાં જોરદાર અવાજ અને ટ્રાફિકજામને લઈ મધરાતે જ ગ્રામજનો દોડી આવ્યા હતા. રેલવે તંત્ર, રેલવે પોલીસ, આર.પી.એફ. સાથે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. ટ્રેન અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં ફાટક, તેની બાઉન્ડ્રી, રેલવે લાઈનને પણ નુકસાન થયું છે. પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, આ લાઈન BDRCL જોવે છે જેને અકસ્માત અંગે નોટિસ બજાવાશે અને લાપરવાહ ગેટમેનને ફરજ પરથી દૂર કરી તપાસ ચલાવાશે.

Share :

Leave a Comments