હાથીખાનામાં બાળ મજુરી કરાવતા બે દુકાનદાર સામે એએચટીયુની ફરિયાદ

બંને બાળકોને મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપાયા

MailVadodara.com - AHTU-complaint-against-two-shopkeepers-for-child-labor-in-elephant-farm

વડોદરામાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ (એ.એચ.ટી.યુ.) કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે માહિતી મળી હતી કે, કારેલીબાગ વિસ્તારમાં આવેલ હાથીખાનામાં આવેલ બે અલગ-અલગ દુકાનના માલિકો નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનુ આર્થીક તેમજ માનસિક શોષણ કરે છે. તેવી હકીકત મળેલ જે આધારે હાથીખાનામાં રેઇડ કરતા દુકાન નંબર આઇટ-૨૮-૨ કમલા કિરણ સ્ટોર્સ નામની દુકાનમાંથી ૧૫ વર્ષનો તેમજ દુકાન નંબર આઈ ૨૮-૭ દેવાશી ટ્રેડર્સ નામની દુકાનમાંથી ૧૬ વર્ષના બે બાળકો કામ કરતા જણાઈ આવ્યા હતાં. સદર દુકાન માલીકોએ સગીર બાળકોનું માનશીક તથા આર્થીક શોષણ કરેલ હોય જેથી કમલા કિરાણા સ્ટોર્સ નામની દુકાનના માલીક મહેશભાઇ મહાદેવભાઈ રાઠી (રહે, મહેશ્વરી સોસાયટી, બાજવા) તથા દેવાશી ટ્રેડર્સ નામની દુકાનના માલીક કમલેશભાઇ ધિરજલાલ ગોંધિયા (રહે, કારેલીબાગ) સામે કુંભારવાડા પોલીસ મથકમાં જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ની કલમ -૭૯ મુજબની બે અલગ અલગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોપાયા હતા.

Share :

Leave a Comments