સયાજીગંજ વિસ્તારમાં રિક્ષાચાલક સહિત બે જણાને માર મારી લૂંટી લેનાર મહિલા સહિત ત્રિપુટીની ધરપકડ

સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી

MailVadodara.com - A-trio-including-a-woman-who-robbed-two-persons-including-a-rickshaw-puller-in-Sayajiganj-area-arrested

- સયાજીગંજ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર યુવતી સહિતની ત્રિપુટીએ રિક્ષા ડ્રાઈવર અને અન્ય એક યુવકને માર મારી લૂંટી લીધા હતા

વડોદરા શહેરના સયાજીગંજ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર જ યુવતી સહિતની ત્રિપુટીએ રિક્ષા ડ્રાઈવરને માર મારી રોકડ અને રિક્ષા લૂંટી હતી. ત્રિપુટીએ આ જ સ્થળે અન્ય એક યુવકને પણ માર મારી રૂ.4 હજાર લૂંટી લીધા હતા. સયાજીગંજ પોલીસે આ મામલે લૂંટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સયાજીગંજ પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.


વડોદરા શહેરના દિવાળીપુરા અંબીકાનગર-2માં રહેતો 24 વર્ષીય ભાવેશ ભરવાડ રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે. ગત તા. 18 ઓક્ટોબરે ભાવેશ રિક્ષા લઈને ધંધો કરવા નીકળ્યા હતા. રાત્રે પેસેન્જરને બેસાડી ભાવેશ કાલાઘોડા તરફ સયાજીગંજ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનની સામે આવ્યો હતો. ત્યાં પેસેન્જરને ઉતારી રિક્ષા સ્ટેન્ડ પાસે રિક્ષા ઉભી રાખી કુદરતી હાજતે ગયો હતો. રાત્રે 1 વાગ્યાની આસપાસ યુવતી સહિત બે યુવક ભાવેશ પાસે પહોંચ્યા હતા. એક યુવકે દંડો લઈ ભાવેશને કહ્યું હતું કે, તારી પાસે જે રૂપિયા હોય તે આપી દે. ભાવેશે હું કેમ આપું? ત્યારે યુવતી સહિત ત્રિપુટીએ ઉશ્કેરાઇને ભાવેશને દંડાથી માર માર્યો હતો.


એક યુવકે ભાવેશના પાછળથી હાથ પકડી લીધા હતા અને અન્યે ખિસ્સામાંથી રૂ.500 રોકડા, ફોન તેમજ રિક્ષાની ચાવી કાઢી લીધી હતી. ત્રિપુટી રિક્ષા લઈને ભાગી ત્યારે ભાવેશે ત્રિપુટીમાંથી એક યુવક તેના વિસ્તારમાં રહેતો રાહુલ હોવાનું જણાયું હતું. ત્રિપુટી ભાવેશ પાસેથી રિક્ષા, ફોન, રોકડ રૂપિયા સહિત રૂ.59,500ની વસ્તુઓ લૂંટીને ભાગી ગઈ હતી. ત્રિપુટી લૂંટ કરીને કાલાઘોડા તરફ ભાગી ગઈ હતી. આ દરમિયાન ભાવેશ ખૂબ ગભરાઈ ગયો હતો. તે ત્યાંથી ચાલતો રેલવે સ્ટેશન પહોંચ્યો હતો અને સ્થળ પર હાજર લોકોને બનાવ અંગે જાણ કરી હતી. જ્યાં સ્થળ પર પણ લોકોએ તેને અન્ય એક યુવકને આ ત્રિપુટીએ લૂંટી લીધો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં તેને સુરેશ બાવસન દેવીપુજક મળ્યો હતો. તેને કહ્યું હતું કે, રાત્રે બે યુવક અને યુવતીએ મને માર માર્યો હતો. તેઓ મારી પાસેથી રૂ.4 હજાર લઈ લીધા હતા. મને લાકડીના ફટકા અને મોઢે લાતો મારી હતી. આ મામલે ભાવેશે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, એક્સપરિમેન્ટલ સ્કુલના કમ્પાઉન્ડથી 100 મિટરના અંતરે જ સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલું છે. આ સિવાય ત્યાં બીજી તરફ 100 મિટરના અંતરે ટ્રાફિક પોલીસની ઓફિસ પણ આવેલી છે. જોકે પોલીસ સ્ટેશન નજીક જ લૂંટની ઘટના બનતા શહેરમાં સામાન્ય નાગરિકની સલામતી સામે ઘણા ગંભીર સવાલો ઉભા થયા હતા. જોકે, આ મામલે સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં એક મહિલા સહિત ત્રણ આરોપીની ઝડપી પાડયા છે અને પોલીસે રિક્ષા અને 1100 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.

Share :

Leave a Comments