નકલી સિક્કા પધરાવી રૂા.41 લાખ પડાવનાર ઠગ 3 વર્ષે ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વાસદ પોલીસને સોંપ્યો

MailVadodara.com - A-thug-who-stole-Rs-41-lakhs-by-stealing-fake-coins-was-caught-in-3-years

- જુના જમાનાના 15 કિલો સિક્કા હોવાનું જણાવી ફરિયાદી સહિતના કેટલાક લોકો પાસેથી લાખો રૂપિયા લીધા હતા


જુના જમાનાના સોનાના સિક્કા હોવાનું જણાવીને 41 લાખ રૂપિયા પડાવીને ખોટા સિક્કા આપીને ઠગાઇ કરવાના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસતા-ફરતા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીને વધુ તપાસ માટે વાસદ પોલીસને સોંપ્યો છે.

વર્ષ-2021માં આરોપી વિજય ધુળાભાઇ મારવાડી (રહે. સંતોષીનગર, ખોડિયારનગર, ન્યુ વીઆઇપી રોડ, વડોદરા)એ પૂર્વ આયોજિત કાવતરુ રચીને કેટલાક લોકોને ચાંદીના સિક્કાઓ આપીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ આરોપીઓએ મળીને તેમની પાસે જુના જમાનાના 15 કિલો સિક્કા હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી સહિતના કેટલાક લોકોને સોનાના સિક્કા લેવા માટે વાસદ બોલાવ્યા હતા અને આરોપીઓએ તેમની પાસેથી 41 લાખ રૂપિયા લીધા હતા.


આરોપીઓએ આ સિક્કા સોનાના છે, તેમ કહીને પીળા કલરના સિક્કાઓ ભરેલી થેલી આપીને જતા રહ્યા હતા. ત્યારબાદ લોકોએ ખાત્રી કરતા તમામ સિક્કાઓ ધાતુના ખોટા સિક્કા હોવાની ખબર પડી હતી. જેથી આ મામલે વાસદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

છેલ્લા 3 વર્ષથી આરોપી વિજય ધુળાભાઇ મારવાડી નાસતો ફરતો હતો. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે આરોપી વિજય ધુળાભાઇ મારવાડીને ઝડપી પાડ્યો હતો અને આરોપીને વાસદ પોલીસને સોંપ્યો છે. વાસદ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments