પાલિકાએ લગાવેલા એક હજાર કેમેરા પોલીસ માટે ગુન્હાનો ભેદ ઉકેલવામાં બીન ઉપયોગી

રૂ.૧૧ કરોડના આંધળા કેમેરા..!

MailVadodara.com - A-thousand-cameras-installed-by-the-municipality-are-not-useful-for-the-police-in-solving-crimes

- રૂ.૧૧ કરોડનું આંધળુંકિયું કર્યા બાદ પાલિકા ઉચ્ચ અધિકારીઓના પેટ નું પાણી હાલતું નથી..!

- સ્માર્ટ સીટી અંતર્ગત લાગેલા CCTV સાંજે પડે એટલે આંધળા થઈ જાય છે..!


વડોદરા મહાનગર પાલિકાએ સ્માર્ટ સીટી ના નામે લગાવેલા રૂપિયા ૧૧ કરોડના આંધળા કેમેરા પોલીસ માટે બિનઉપયોગી સાબિત થઈ રહ્યા છે. નવરાત્રીના બીજા દિવસે એક સ્કૂટર પર ચાર થી પાંચ યુવાનોની જોખમી સવારી પોલીસ માટે કોયડો બની ગઈ છે.

      વડોદરા મહાનગર પાલિકા શહેરને સ્માર્ટ સીટી બનાવવામાં સદંતર નિષ્ફ્ળ રહ્યું છે. પ્રજાના પરસેવાની કમાણી ટેક્ષ રૂપે ઉઘરાવી પાલિકા તેનો વેડફાટ કરી રહી છે. નીત નવી જાહેરાતો કરી સ્માર્ટ સીટીના નામે લાખો કરોડો રૂપિયા ફૂંકી મારવામાં આવે છે. અધિકારી રાજમાં પ્રજાને મૂર્ખ બનાવવા આવે છે. શહેરને સ્માર્ટ સીટી બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પરિણામ શૂન્ય છે. પાલિકાએ સ્માર્ટ સીટી અંતર્ગત રૂ.૧૧ કરોડના ખર્ચે શહેરના વિવિધ જંક્શન અને સડકો પર એક હજાર જેટલા કેમેરા લગાવ્યા છે. જો કે તમને જાણી ને નવાઈ લાગશે કે આ તમામ કેમેરા સાંજે અંધારું થાય ત્યારે આંધળા થઇ જાય છે. રાત્રીના કોઈ ગુન્હો બને તો આવા બનાવની તપાસમાં કેમેરા ઉપયોગમાં આવતા નથી. તાજેતરમાં નવરાત્રી દરમ્યાન એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ચાર થી પાંચ યુવકો જોખમી રીતે જુના પાદરા રોડ પર સ્કૂટર પર પસાર થતા હતા. વીડિયો વાયરલ થતા અકોટા પોલીસે તપાસ શરૂ કરી હતી.


આધાર ભૂત માહિતી મુજબ તપાસમાં મનીષા ચોકડી પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા. બનાવ મળસ્કે ચાર વાગ્યાનો હતો. પોલીસે CCTV ફૂટેજ તપાસ્યા પરંતુ સ્કૂટરનો નંબર કે પાંચેય વ્યક્તિ ઓળખી શકાયા ન હતા. આ અંગે પાલિકાના અધિકારીનું કહેવું છે કે રાત્રે આ કેમેરામાં સ્પષ્ટ દેખાય નહીં કારણે કે આ આઈ એન પી આર કેમેરા નથી. આઈ એન પી આર કેમેરા માત્ર શહેરની ફરતે આવેલી ચેક પોસ્ટ પર લગાવવા માં આવ્યા છે. કોંગ્રેસના પાલિકામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સ્માર્ટ સીટીના નામે ભ્રષ્ટાચાર ગણાવે છે. ચંદ્રકાન્ત શ્રીવાસત્વ નું કહેવું છે કે આંધળા કેમેરાની ખરીદી માટે જે કોઈ અધિકારી જવાબદાર હોય એ અને આ કામને મંજુર કરનાર નેતા સામે કાર્યવાહી થવી જોઈએ. આ પ્રજાના પૈસા છે આવી રીતે વેડફી નાખવા માટે નથી. 


    અહીં સવાલ એ છે કે જયારે રૂપિયા ૧૧ કરોડનો ખર્ચ કરવામાં આવે તો આંધળા કેમેરા કેમ ખરીદવામાં આવ્યા ? આંધળા કેમેરા ખરીદવાને બદલે આઈ એન પી આર કેમેરા ખરીદવાની કોણે ના પાડી હતી ? આઈ એન પી આર કેમેરા જો મોંધા પડતાં હોય તો મર્યાદિત સંખ્યામાં ખરીદવામાં શું વાંધો હતો ? હવે, આ આંધળા કેમેરા રાત્રી ના સમયે ગુન્હાનો ભેદ ઉકેલવામાં સદંતર નિષ્ફ્ળ જાય છે ત્યારે સવાલ એ છે કે આ આંધળુંકિયું કરવા પાછળ કોણ જવાબદાર ? રૂપિયા ૧૧ કરોડ વેડફાઈ ગયા એની તપાસ ના થવી જોઈએ ?


Share :

Leave a Comments