વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાસ કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઇને વિવિધ જગ્યાઓ પર રૂપારે તથા કાસની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને આજરોજ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડભોઇ રોડ પર આવેલ મહાનગર પાસે કાંસની વિઝીટ ખાતે પહોંચ્યા હતા જ્યારે વડોદરા શહેરમાં એવી ઘણી બધી કાંસો આવી છે જ્યાં જે કાંસો પહોળા અને નેચરલ છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાય છે પરંતુ ઘણી બધી કાંસો એવી છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાતું નથી જેને લઈને મુંબઈથી એક ડ્રીમ માસ્ટર મશીન મંગવવામાં આવ્યું છે.
આ મશીન કાસમા કચરો સાફ કરવા તથા ઘાસ જાળવવા જેવી વસ્તુઓને મશીન દ્વારા દૂર કરવામાં આવે છે જ્યારે આ ખાસ મશીન મુંબઈ તથા મોટા મહાનગરોમાં કાંસોને સાફ-સફાઈ કરવા માટે વપરાતું હોય છે જ્યારે આજરોજ વડોદરા શહેરમાં એક ટ્રાયલ બેસ રૂપે આ મશીનને મંગાવવામાં આવ્યું છે જ્યારે આ મશીન આજે ડભોઈ રોડ પર આવેલ કાસમા મહાનગર કાસ પાસે ઉતારીને જેસીબી જેવી રીતે કામ કરતું હોય તે રીતે આ મશીન કામગીરી કરે છે અને તેનો આજે ટ્રાયલ લેવામાં આવ્યું છે આ મશીન 15 થી 16 દિવસ માટે ટ્રાયલ માટે મંગાવવામાં આવ્યું છે આ મશીન નું ભાડું દિવસ દરમિયાનનું 40000 રૂપિયા જેટલો ભાવ છે અને ટ્રાન્સપોર્ટેશન અલગથી થાય છે એટલે અંદાજે આઠથી નવ લાખ રૂપિયા જેવું 15 થી 16 દિવસની ચુકવણી કરવામાં આવશે અને 15 થી 16 દિવસમાં વિવિધ જગ્યાઓ પર જ્યાં કાચમાં તકલીફો પડી રહી છે આ મશીનને ઉતારીને કામગીરી કરવામાં આવશે અને અનુભવ કરવામાં આવશે કે ભવિષ્યમાં આ મશીન ખરીદી કરવા જેવું છે કે નહીં જ્યાં મશીન આશરે લગભગ 1.5 કરોડ રૂપિયાની આસપાસનું છે જેને લઈને ભવિષ્યમાં વિચારવામાં આવશે કે આ મશીન વડોદરા મહાનગરપાલિકાને વસાવું કે નહીં જેને લઈને વધુ વિગતમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.