ફરજમાં લાલિયા વાડી ચલાવતા અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારાઈ

પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ની લાલ આંખ..

MailVadodara.com - A-show-cause-notice-was-issued-to-the-officials-running-Lalia-Wadi-on-duty

- કમિશનરે બિન્ધાસ્ત અધિકારીઓને ફરજનું ભાન કરાવતી નોટિસ ફટકરતા અધિકારીઓમાં ફફડાટ

- પાલિકામાં અધિકારીઓની બેદરકારી 'એક સાંધાતા તેર તૂટે..'જેવી

વડોદરા મહાનગર પાલિકાના પશ્ર્ચિમ ઝોનના વોર્ડ નં.૧૦માં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર નરેન્દ્ર રબારીને મ્યુ્નિસિપલ કમિશનરે કારણદર્શક સૂચના જારી છે, જેમાં જણાવ્યું હતું કે, તમામ ઝોનમાં પાણી, ગટર વ્યવસ્થા અને રોડ રસ્તા જેવી આવશ્યકત સેવાઓ ઊભી થાય અને યોગ્ય રીતે સતત જળવાઇ રહે તે જોવાની તમારી ફરજ અને જવાબદારી રહેલી છે. સમગ્ર મહાનગરપાલિકાના વિસ્તારમાં રોડ રસ્તાઓ પર ચોમાસાની ઋતુ દરમ્યાન ભરાતા પાણીનો સત્વરે નિકાલ થાય અને રસ્તા અવરજવરને યોગ્ય રહે તેની તકેદારી રાખવા દર અઠવાડીએ ભરાતી સમીક્ષા બેઠકોમાં પણ સૂચનાઓ આપવામાં આવેલી છે, તેમ છતાં તમારા તાબા હેઠળના ભાયલી વિસ્તારના સમન્વય વેસ્ટ ફિલ્ડ વિસ્તારમાં છેલ્લાં બે દિવસથી ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ તમારા દ્વારા કરવામાં આવેલ નથી. જેના કારણે રસ્તા અવરજવરને યોગ્ય રહેલ નથી. જેનાથી નાગરિકોને હાલાકી સર્જાયેલ છે અને મહાનગરપાલિકની છબીને નુકસાન પહોંચેલ છે.

વડોદરા મહાનગરપાલિકાના એક અગત્યના ઝોનના અગત્યના વોર્ડ ૧૦માં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે આવશ્યક સેવાઓ સતત જળવાઇ રહે અને લોકોને સુખાકારી રહે તે માટે તમો સતત સક્રિય રહો તેવી અપેક્ષા સંસ્થા તમારી પાસે રાખે તે સ્વાભાવિક ચે, તેમ છતાં તમો સંસ્થાની અપેક્ષામાં ઊણા ઉતર્યા છો અને તમોએ તમારી ઘણી અગત્યની કામગીરી બજાવવામાં ઉદાસીનતા દાખવેલ હોવાનું સ્પષ્ટપણે જણાએલ છે. આમ તમોએ તમારી મહત્ત્વની ફરજોમાં દાખવેલ બેદરકારી અને ઉદાસીનતા બદલ ધી જીપીએસી એક્ટની કલમ ૫૬(૨)મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તે અંગેની લેખિત સ્પષ્ટતા આધાર પુરાવા સહ દિન-૦૩માં કરવા આથી તમોને જણાવવામાં આવે છે. મુદ્દતમાં સ્પષ્ટતા રજૂ ન થયેથી તમારી સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવાપાત્ર થશે તે જાણમાં લેશો.

---

વડોદરા મહાનગરપાલિકાના પશ્ર્ચિમ ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર વસાવાને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કારણદર્શક સૂચના આપવામાં આવી છે કે, તમારા ઝોનમાં પાણી, ગટર વ્યવસ્થા અને રોડ રસ્તા જેવી આવશ્યકત સેવાઓ ઊભી થાય અને યોગ્ય રીતે સતત જળવાઇ રહે તે જોવાની તમારી ફરજ અને જવાબદારી રહેલી છે. આપના વિસ્તારમાં રોડ રસ્તાઓ પર ચોમાસાની ઋતુ દરમ્યાન ભરાતા પાણીનો સત્વરે નિકાલ થાય અને રસ્તા અવરજવરને યોગ્ય રહે તેની તકેદારી રાખવા દર અઠવાડીએ ભરાતી સમીક્ષા બેઠકોમાં પણ સૂચનાઓ આપવામાં આવેલી છે, તેમ છતાં તમારા તાબા હેઠળના ભાયલી વિસ્તારના સમન્વય વેસ્ટ ફિલ્ડ વિસ્તારમાં છેલ્લાં બે દિવસથી ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ તમારા દ્વારા કરવામાં આવેલ નથી. જેના કારણે રસ્તા અવરજવરને યોગ્ય રહેલ નથી. જેનાથી નાગરિકોને હાલાકી સર્જાયેલ છે અને મહાનગરપાલિકની છબીને નુકસાન પહોંચેલ છે.

વડોદરા મહાનગરપાલિકાના એક અગત્યના ઝોનના અગત્યના વોર્ડ ૧૦માં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે આવશ્યક સેવાઓ સતત જળવાઇ રહે અને લોકોને સુખાકારી રહે તે માટે તમો સતત સક્રિય રહો તેવી અપેક્ષા સંસ્થા તમારી પાસે રાખે તે સ્વાભાવિક ચે, તેમ છતાં તમો સંસ્થાની અપેક્ષામાં ઊણા ઉતર્યા છો અને તમોએ તમારી ઘણી અગત્યની કામગીરી બજાવવામાં ઉદાસીનતા દાખવેલ હોવાનું સ્પષ્ટપણે જણાએલ છે. આમ તમોએ તમારી મહત્ત્વની ફરજોમાં દાખવેલ બેદરકારી અને ઉદાસીનતા બદલ ધી જીપીએસી એક્ટની કલમ ૫૬(૨)મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તે અંગેની લેખિત સ્પષ્ટતા આધાર પુરાવા સહ દિન-૦૩માં કરવા આથી તમોને જણાવવામાં આવે છે. મુદ્દતમાં સ્પષ્ટતા રજૂ ન થયેથી તમારી સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવાપાત્ર થશે તે જાણમાં લેશો.

---

વડોદરા મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર અને સ્ટ્રીટ લાઇટ વિભાગમાં ફરજ બજાવતા ભરત રાણાને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કારણદર્શક સૂચના આપવામાં આ્વી છે, જેમાં જણાવાયું છે કે, સમગ્ર પાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ અને ટ્રાફિક સિગ્નલ જેવી આવશ્યક સેવાઓની વ્યવસ્થા ઊભી થાય અને યોગ્ય રીતે સતત જળવાઇ રહે તે જોવાની તમારી ફરજ અને જવાબદારી રહેલી છે. સમગ્ર પાલિકા વિસ્તારમાંર ાત્રિ સમય દરમિયાન સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે અને તેનું દૈનિક મોનીટરીંગ થાય તેની તકેદારી રાખવા તમોને દર અઠવાડિયે ભરાતી સમીક્ષા બેઠકોમાં પણ સૂચનાઓ આપવામાં આવી છે, છતા અમારા નિરીક્ષણ મુજબ છાણી બ્રિજ ઉપરની સ્ટ્રીટ લાઇટ વારંવાર બંધ જોવા મળેલ છે, તેમજ આજે એટલે કે ૧૦-૦૯-૨૦૨૩ના રોજ યોગનિકેતન રોડ અને છાણી તરફ જતાં રોડની લાઇટો બંધ જોવા મળી છે, જેના કારણે રાત્રિ દરમિયાન અવરજવર કરવામાં નાગરિકોને હાલાકી સર્જાયેલ છે અને પાલિકાની છબીને નુકસાન પહોંચેલ છે. વધુમાં આવી વારંવાર બંધ રહેતી લાઇટોના કારણે અકસ્માતો સર્જાય છે.

વડોદરા પાલિકાના એક અગત્યના વિબાગની આવશ્યક સેવાઓ સતત જળવાઇ રહે અને લોકોને સુખાકારી રહે તે માટે આ વિભાગના કાર્યપાલક ઇજનેર તરીકે તમો સતત સક્રિય રહો તેવી અપેક્ષા સંસ્થા તમારી પાસે રાખે તે સ્વાભાવિક છે છતા તમો સંસ્થાની અપેક્ષામાં ઊણા ઉતર્યા છો અને તમોએ તમારી મહત્વની ફરજોમાં દાખવેલ બેદરકારી અને ઉદાસીનતા બદલ ધી જીપીએસસી એક્ટની કલમ ૫૬(૨) મુજબ શિક્ષાત્મક કાર્ય્ાાહી કેમ ન કરવી તે અંગેની લેખિત સ્પષ્ટતા આધાર પુરાવા સહ દિન-૦૩માં કરવા આથી તમોને જણાવવામાં આવે છે. મુદ્દતમાં સ્પષ્ટતા રજૂ ન થયેથી તમારી સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવાપાત્ર થશે તે જાણમાં લેશો. વધુમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ રહેવાથી કોઇ અકસ્માત સર્જાય જેની જવાબદારી તમારી રહેશે તે જાણશો.

---

વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગમાં ચીફ ઓફિસર (ફાયર) તરીકે ફરજ બજાવતા પાર્થ બ્રહ્મભટ્ટને મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેખિતમાં કારણદર્શક સૂચના આપવામાં આવી છે કે, વડોદરામાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં ૭ (સાત) ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકીની ઝડપથી વિકાસ પામી રહેલ ભાયલી અને તેની આસપાસના વિસ્તારના નાગરીકોને વડોદરા પાલિકા દ્વારા જરૂરી અને આવશ્યક સુવિધાઓ ત્વરીત અને સુચારૂ રૂપે પૂરી પાડી શકાય તે હેતુસર વડોદરા પાલિકાના પશ્ર્ચિમ ઝોન અંતર્ગતના ટીપી ૨૬ના એફ પી નં.૯૯ કે જે વાસણા-ભાયલી રોડ પર આવેલ છે, તે સ્થળ નવીન ફાયર સ્ટેશનનું નિર્માણ સ્ટાફ ક્વાર્ટસની સુવિધાઓ સહ કરવા અંગેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. સદર ફાયર સ્ટેશનના બાંધકામની કાર્યવાહી પૂર્ણ થતા તારીખ ૯-૯-૨૦૨૩ અને શઇનવારના રોજ સદર નવીન બનાવવામાં આવેલ ફાયર સ્ટેશનના લોકાર્પણનો કાર્યક્રમ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર નિલેશ રાઠોડ તેમજ અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત કરવામાં આવ્યો હતો. 

આમ ઉપર મુજબની હકીકતે શહેરના નાગરીકોને આવશ્યક સેવાઓની સુવિધા પૂરી પાડવાના ઉમદા હેતુસર નિર્મિત કરવામાં આવેલ નવિન ફાયર સ્ટેશનના લોકાર્પણના, વડોદરા પાલિકાના ગૌરવ સમાન આ કાર્યક્રમમાં અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગના વિભાગીય વડા તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતા પૂર્વક અને સૂચારૂ રૂપે પૂર્ણ થાય તે અંગેની જરૂરી કાર્યવાહી તમો દ્વારા પ્રમુખ ધોરણે કરવામાં આવે તેવી અપેક્ષા સંસ્થા તમારી પાસે રાખે તે સ્વાભાવિક છે, પરંતુ તેના બદલે આઝે તમો આ અતિ મહત્ત્વના કાર્યક્રમમાં ગેરહાજર / અનઉપસ્થિત રહેલ છો. તેમ તમારા તાબા હેઠળના કોઇ અધિકારી/કર્મચારી હાજર રહેલ નથી જે ઘણી જ ગંભીર બાબત છે અને સદર બાબત બિલકુલ સ્વીકારી કે ચલાવી શકાય તેમ નથી. કાર્યક્રમમાં ગેરહાજર રહીને તમોએ તમારી મહત્વની અને આવશ્યક સેવાઓ બજાવવામાં ગંભીર પ્રકારની ગેરવર્તણૂંક અને ઘોર ઉદાસીનતા દાખવેલ હોવાનું સ્પષ્ટપણે જણાય આવેલ છે. આમ તમોએ તમારી મહત્ત્વની ફરજોમાં દાખવેલ બેદરકારી અને ઉદાસીનતા સબબ ધી જીપીએમસી એક્ટની કલમ ૫૬(૨) મુજબ તમોને ફરજ મોકુફી હેઠળ કેમ ન મુકવા? તે અંગેની સ્પષ્ટતા આધાર પુરાવા દિન-૦૩માં કરવા આથી તમોને જણાવવામાં આવે છે. મુદ્દતમાં રજૂ ન થયેથી તમારી સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવા પાત્ર થશે તે જાણમાં લેશો.

---

વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં કાર્યપાલક ઇજનેર (ડ્રેનેજ) તરીકે ફરજ બજાવતા રાજેશ શિમ્પીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેખિતમાં કારણદર્શક સૂચના આપવામાં આવી છે કે, તમારી સદર ફરજોના સેવાકાળ દરમિયાન હાલમાં નેશનલ હાઇવે નં.૮થી જામ્બુઆ ગામ તરફ જવાના રસ્તે, રસ્તાની વચ્ચોવચ ૮ ફૂલ લાંબુ, ૪ ફૂટ પહોળું અને ૩ ફૂટ ઉંચું ડ્રેનેજનું મેઇન હોલ બનાવવામાં આવેલ હોવાના સમાચાર વર્તમાનપત્રોમાં અને ન્યૂઝ ચેનલોમાં પ્રસિદ્ધ થયા હતા.

જાહેર માર્ગ પર બનાવવામાં આવતા આ પ્રકારના મેઇનહોલનું લેવલ રોડને સમાંતર ધોરણે કરવામાં આવતું હોય છે કે જેથી કરીનેજ ાહેર માર્ગ ઉપરથી પસાર થતાં નાગરીકોને કોઇ અડચણ કે અગવડ ન પડે અથવા તો તેના કારણે કોઇ ગંભીર પ્રકારની અકસ્માતની ઘટના ન બને. પરંતુ આજે ઉપરોક્ત હકીકત મુજબના જામ્બુઆ ગામ તરફ જવાના ૨૪ મીટરના જાહેર માર્ગ પર બનાવવામાં આવેલ ડ્રેનેજ મેઇનહોલ સંદર્ભેના વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થયેલ સમાચારોને કારણે પાલિકની જાહેર પ્રતિષ્ઠાને ઝાંખપ લાગેલ છે. તમારા તાબા હેઠળના ડ્રેનેજ વિભાગ દ્વારા કરવામાં આવેલ સદર મેઇનહોલની કામગીરી કોઇપણ ચોક્કસ પ્રખારના આયોજન વિના, તાંત્રિક પરીમાણોને ધ્યાને લીધા વિના તેમજ નાગરિકોને સુવિધા કે સંભવિત અકસ્માત જેવી બાબતોનો વિચાર કર્યા સિવાય કરવામાં આવેલ હોવાનું જણાય છે. આ રીતે બેજવાબદારીપૂર્વક જાહેર માર્ગની વચ્ચોવચ્ચ બનાવેલ મેઇન હોલને કારણે નાગરીકોને અવરજવરમાં મુશ્કેલી ઉદભવેલ છે, અને વધુમાં આ પ્રકારના સ્ટ્રક્ચરને કારણે ગંભીર અકસ્મતા સર્જાવાની ઘટના બનવાની સંભાવના પણ રહેલી છે. તમારા દ્વારા જાહેર માર્ગની વચ્ચોવચ્ચ બનાવેલ ડ્રેનેજ મેઇનહોલની રોડ લેવલથી ઉંચાઇની વિગતો ધ્યાન લેતાં સદર બાબતે તમારી તાંત્રીક કામગીરી પરત્વેની બિનઆવડત સ્પષ્ટપણે છતી/સાબિત થાય છે. સદર કરવામાં આવેલ કામગીરી પરત્વે તમોએ કોઇપણ પ્રકારનું સુપરવિઝન કે નિયંત્રણ રાખેલ ન હોવાનું જણાયેલ છે, જે ઘણી જ ગંભીર બાબત છે.

આમ ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લેતા નેશનલ હાઇ નં.૮થી જામ્બુઆ ગામ તરફ જવાના ૨૪ મીટરના જાહેર માર્ગ ઉફર રસ્તાની વચ્ચોવચ્ચ બનાવેલ ડ્રેનેજનું મેઇન હોલની કામગીરી બાબતે તમોએ ગંભીર બેદરકારી દાખવી કાર્યપાલક ઇજનેર (ડ્રેનેજ) તરીકેની તમારી મહત્ત્વની ફરજો બજાવવામાં ચૂક કરેલ હોઇ તમારી સામે ધી. જીપીએમસી એક્ટની કલમ ૫૬(૨) મુજબ શિક્ષાત્મક કાર્ય્ા્હી કેમ ન કરવી? તે અંગેની લેખિત સ્પષ્ટતા આધાર પુરાવા સહ દિન-૩માં કરવા તમોને જણાવવામાં આવે છે. મુદ્દતમાં સ્પષ્ટતા રજુ ન થયેથી તમારી સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવાપાત્ર થશે જે જાણમાં લેશો.


Share :

Leave a Comments