શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલા સાયકલ ટ્રેક પર `નો પાર્કિંગ ઝોન' રાખવા પોલીસ વિભાગને રજૂઆત

સાયકલ ટ્રેકમાં દબાણો તથા પાર્કિંગના કારણે આયોજન સામે સવાલ ઊભા થયા હતા

MailVadodara.com - A-proposal-to-the-police-department-to-keep-a-no-parking-zone-on-the-bicycle-track-built-in-the-eastern-area-of-the-city

- સ્વાસ્થ્ય પ્રેમીઓ સવારે 6થી 9 દરમિયાન સાયકલ ટ્રેકનો ઉપયોગ કરી શકશે

- ટ્રેક પર પાર્ક થતાં વાહનોને ટોઇંગ કરવા કોર્પોરેશન દ્વારા ટ્રાફિક શાખાનું ધ્યાન દાર્યું


વડોદરા કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં બનાવવામાં આવેલ સાયકલ ટ્રેક ઉપર દબાણ અને પાર્કિંગની સમસ્યા ઉદભવતા કોર્પોરેશનએ સાયકલ ટ્રેકના ઉપયોગ માટે સમય નક્કી કરવા સાથે પાર્કિંગ મામલે પોલીસ તંત્રની મદદ માગી છે. તદુપરાંત દબાણ મુદ્દે કોર્પોરેશનના વિભાગને પણ જરૂરી સૂચનો કર્યા છે.


વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીગેટ ત્રણ રસ્તાથી, વૃંદાવન ચાર રસ્તા, ઉમા ચાર રસ્તા, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, મહાવીર હોલ ચાર રસ્તા થઈ પાણીગેટ ત્રણ રસ્તા સુધી રૂપિયા 1.79 કરોડના ખર્ચે સાઇકલ ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ સાયકલ ટ્રેકમાં દબાણો તથા પાર્કિંગના કારણે આયોજન સામે સવાલ ઊભા થયા છે. ત્યારે હવે કોર્પોરેશને સાયકલ ટ્રેક ઉપર ચોક્કસ સમય નક્કી કર્યો છે. સવારે 6:00 થી 9 દરમિયાન સ્વાસ્થ્ય પ્રેમીઓ આ સાયકલ ટ્રેકનો ઉપયોગ કરી શકશે. તેમજ આ સમયે દબાણો દૂર કરવા વોર્ડ કચેરીએ પણ સૂચના પાઠવી છે. તદુપરાંત સાયકલ ટ્રેક ઉપર મોટી સંખ્યામાં વાહનો પાર્ક થતાં હોય પૂર્વ ઝોન ટ્રાફિક શાખા મદદનીશ પોલીસ કમિશનરને સાયકલ ટ્રેક ઉપર નો પાર્કિંગ ઝોન અને વાહન ટોઈંગની કામગીરી બાબતે ધ્યાન દોર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાયકલ ટ્રેક પાછળ 52.22 લાખના પ્રથમ બિલનું ચુકવણું કરવામાં આવ્યું છે.

Share :

Leave a Comments