નવાપુરા રોડ પર સરકારી શાળા બહાર રોડ પર પાઇપ ખડકી દીધા

આંધળું તંત્ર અકસ્માત ને આમન્ત્રણ આપશે..!

MailVadodara.com - A-pipe-broke-on-the-road-outside-the-government-school-on-Navapura-road

- સિમેન્ટના મસ મોટા પાઇપ આડા મુકી દેવાતા બાળકો માટે અકસ્માત નો ભય..!


વડોદરા શહેરમાં પાલિકાના પાપે શહેરીજનોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. જયરત્ન ચાર રસ્તા પાસે આવેલી મહાનગર પાલિકા સંચાલિત સરકારી શાળા બહાર સિમેન્ટના પાઇપ અકસ્માત થાય એવી રીતે ખડકી દેવામાં આવ્યા છે.

    વડોદરા મહાનગર પાલિકાના ખાડે ગયેલા વહીવટના પાપે શહેરમાં ડગલે ને પગલે જોખમ ઉભું થાય એવી પરિસ્થિતિ જોવા મળે છે. તમને જાણી ને નવાઈ લાગશે કે જે સામાન્ય નાગરિકની સમજમાં આવે એ પાલિકાના કહેવાતા કુશળ અધિકારીઓને સમજમાં આવતું નથી. પાલિકાના અધિકારીઓને સડકો પર ટોળાતા જોખમ નો અંદાજ આવતો નથી. રાવપુરા સ્થિત જનરલ પોસ્ટ ઓફિસ સામે આવેલા સૂર્ય નારાયણ મંદિર નજીક ડ્રેનેજ ના મસ મોટા પાઇપ સડક પર આડા મુકી દેવામાં આવ્યા છે. આ રોડ સાકડો છે અને ઉપરથી પાઇપ ખડકી દેવાથી વાહન ચાલકો માટે અકસ્માત નું જોખમ ઉભું થાય છે. આવી જ રીતે જ્યરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા નજીક આવેલી મહાનગર પાલિકા સંચાલિત સરકારી શાળા બહાર સડક પર ડ્રેનેજના સિમેન્ટના મસ મોટા પાઇપ આડા ખડકી દેવામાં આવ્યા છે. ટ્રાફિક થી ધમધમતા રોડ પરથી ચાર શાળાના બાળકો પસાર થાય છે.


સરકારી શાળાના બાળકો માટે પણ આ પાઇપ અડચણ રૂપ બની રહ્યા છે. આવા મોટા પાઇપ દીવાલને અડીને મુકવાને બદલે આડા ખડકી દેવામાં આવ્યા છે. શું પાલિકાના અધિકારીઓને આટલી નજીવી બાબત ની ગતાગમ નહીં હોય ? કોન્ટ્રાકટર ગમે ત્યાં પાઇપ ખડકી દે એ જોવાનું કામ કોનું ? શું અધિકારીઓ આ રોડ પરથી પસાર નહીં થતા હોય ? જે સામાન્ય પ્રજાને નજરે પડે છે એ કહેવાતા કુશળ અધિકારીઓની નજરમાં કેમ નથી આવતું ? ન કરે નારાયણ અને કોઈ વાહન ચાલક કે બાળક ને ઇજા થશે તો જવાબદાર કોણ ? શું આ પાલિકાના અધિકારીઓના નબળા સુપરવિઝન નો બોલતો પુરાવો નથી ? આવા ઘણા સવાલો કહેવાતા કુશળ અધિકારીઓની આવડત સામે સવાલો ઉભા કરે છે.

Share :

Leave a Comments