સ્થાયી સમિતિમાં ખાલી પડેલી જગ્યાએ નવા સભ્યની નિમણુંક થશે

શાશકો બે મહિનાથી નિંદ્રાધીન..!!

MailVadodara.com - A-new-member-will-be-appointed-in-the-vacant-position-in-the-standing-committee

- નિલેશ રાઠોડની મેયર તરીકે નિમણુંક થતા સ્થાયી સમિતિમાં તેમની જગ્યા બે માસથી ખાલી પડી છે

વડોદરા મહાનગર પાલિકામાં સ્થાયી સમિતિના સભ્યની ખાલી પડેલી જગ્યા ભરવા નવા સભ્યની પસંદગી  કરવામાં આવશે. મેયર તરીકે નિલેષ રાઠોડની વરણી થતાં તેમની જગ્યા ત્રણ મહિનાથી ખાલી પડી  છે.

       વડોદરા શહેરના શાશકો કેટલા બિન્ધાસ્ત છે એનો પુરાવો તાજેતરમાં સભામાં આવેલી દરખાસ્ત માં જોવા મળે છે. બે માસ  અગાઉ કેયુર રોકડીયા ધારાસભ્ય બનતા તેમણે મેયરપદે થી રાજીનામું આપતાં તેમની જગ્યાએ નિલેષ રાઠોડની વરણી કરવામાં આવી હતી. નિલેષ રાઠોડ ગત માર્ચ માસમાં મેયર બન્યા બાદ સ્થાયી સમિતિમાં તેમની જગ્યા ખાલી પડી હતી. સ્થાયી સમિતિમાં નિલેષ રાઠોડની જગ્યા છેલ્લા બે માસથી ખાલી પડી છે. હવે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સમય મર્યાદા માત્ર ત્રણ માસ  માટે રહી ગઈ છે,ત્યારે બે માસ થી  નિંદ્રાધીન શાસકો  નિલેષ રાઠોડના સ્થાને નવા સભ્યની નિમણુંક કરવાની પ્રક્રિયા હાથ ધરશે. સ્ટેન્ડિંગ કમિટીમાં ૧૨ સભ્યો હોય છે. જો કે નિલેષ રાઠોડ ની મેયર તરીકે નિમણુંક કરવામાં આવતા સ્થાયી સમિતિમા છેલ્લા બે માસથી ૧૧ સભ્યો જ છે. જો કે હવે નવા સભ્યની નિમણુંક માત્ર ત્રણ માસ માટે જ થશે. આમ વિકાસના દાવા વચ્ચે શાશકો ને એક સભ્ય ની નિમણુંક કરતાં બે મહિના  લાગી જાય છે.

Share :

Leave a Comments