સેન્ટ્રલ જેલની બેરેકમાંથી સંતાડેલો સીમકાર્ડ વગરનો મોબાઇલ મળ્યો

કેદીએ મોબાઇલ પોતાનો હોવાની કબૂલાત કરતા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

MailVadodara.com - A-mobile-without-a-SIM-card-hidden-in-the-barracks-of-the-Central-Jail-was-found

વડોદરા સેન્ટ્રલ જેલની બેરેકના ટોયલેટની બાજુમાં આવેલી બારીમાંથી મોબાઇલ ઝડપાયો હતો. કેદીએ મોબાઇલ પોતાનો હોવાની કબૂલાત કરતા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. 

6 જૂનના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ વડોદરા સેન્ટ્રલ જેલના જેલ સહાયક દિલીપભાઇ વાળા પોતાના યાર્ડમાં રાઉન્ડ લઇ રહ્યા હતા, તે સમયે કેદીઓ હિલચાલ શંકાસ્પદ જણાતા તેમને સ્થાનિક ઝડતી સ્ક્વોડને બોલાવી હતી. અને ઝડતી દરમિયાન દિલીપભાઇએ યાર્ડ નં-11ની બેરેકના ટોયલેટની બાજુની બારી પાસે રાખેલા બિસ્ત્રામાં સંતાળેલો મોબાઇલ ફોન બેટરી સાથે મળી આવ્યો હતો જેમાં સીમકાર્ડ ન હતું. પાકા કામના કેદી પ્રવિણ ડામોરે મોબાઇલ પોતાનો હોવાની કબૂલાત કરી હતી. જેથી આ મામલે રાવપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments