વડોદરા સેન્ટ્રલ જેલના ડ્યુટી જેલર બી.આર. પરમાર સ્થાનિક ઝડતી સ્ક્વોડ અને ફરજ પરના સ્ટાફને સાથે રાખીને જેલમાં ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે યાર્ડ નં-1માં બેરેક નં-4માં પ્રવેશતા જમણી બાજુ બારીની ઉપરના ભાગે બાકોરામાં છુપાવેલો મોબાઇલ મળી આવ્યો હતો. મોબાઇલ ફોન ચાલુ કરીને જોતા તેની ઉપર એક ફોટો હતો. બેરેકના કેદીઓની પૂછપરછ કરતા તે ફોટો કાચા કામના કેદી ફિરોજખાન અબ્દુલ વહાબખાન પઠાણનો હોવાનું જાણવા મળ્યું હતું. રાવપુરા પોલીસે ફિરોજખાન અબ્દુલ વહાબખાન પઠાણ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.