છાણીમાં બેંક ઓફ બરોડાના ATMમાંથી આધેડની નજર ચૂકવી ગઠિયો 25 હજાર કાઢીને ભાગી છૂટ્યો

ચોરી કરીને ભાગી ગયેલો આશરે 25 વર્ષના અજાણ્યા ઇસમ સીસીટીવીમાં કેદ

MailVadodara.com - A-middle-aged-man-escaped-after-withdrawing-25000-from-the-Bank-of-Baroda-ATM-in-Chhani

- બનાવ અંગે રાજેશગીરી ગોસાઇએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી


વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે આવેલા બેંક ઓફ બરોડાના ATMમાં નજર ચૂકવીને એક ગઠીયો ATMમાંથી 25 હજાર રૂપિયા કાઢીને ફરાર થઈ ગયો હતો આ મામલે ફતેગંજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ કરી છે.

વડોદરા શહેરના ટીપી 13 છાણી જકાતનાકા પાસે આવેલા રુદ્રાક્ષ ફ્લેટમાં રહેતા રાજેશગીરી ગોસાઈ (ઉ.57)એ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 23 માર્ચના રોજ આશરે બપોરના ચારેક વાગ્યાની આસપાસ હું મારા ઘરેથી નિકળી છાણી જકાતનાકા પાસે બેન્ક ઓફ બરોડાના ATMમાં મારા જમાઈ હરીશભાઇ મેવાડાનું ATM કાર્ડ લઇને પૈસા ઉપાડવા માટે ગયો હતો. તે વખતે બેંક ઓફ બરોડાના ATMની અંદર હું લાઇનમાં ઉભો હતો. ATMથી પૈસા ઉપાડવાનો મારો વારો આવતા હું મારા જમાઈનું ATM કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે ગયો હતો. અને ATMમાં 15 હજારની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ATMમાંથી પૈસા ઉપડ્યા નહોતા, જેથી મેં મારા જમાઇ હરીશભાઇને ફોન કર્યો હતો. જેથી મારા જમાઈએ મને જણાવ્યું હતું કે, દસ-દસ હજાર રુપિયા ઉપાડો. મારા જમાઈ સાથે ફોન પર વાતચીત ચાલુ હતી, તે વખતે મારી પાછળ ઉભેલો આશરે 25 વર્ષના અજાણ્યા ઇસમે મારી નજર ચુકવીને ATM કાર્ડ ચોરી કરીને 25000 રૂપિયા ઉપાડી લીધા હતા અને કાર્ડ ATMમાં જ રાખીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

ત્યારબાદ ATMમાં કાર્ડ નાખીને પૈસા પડવાના પ્રયાસ કર્યો હતો પરંતુ પૈસા ઉપડ્યા ન હતા થોડીવાર બાદ મારા જમાઈએ મને કહ્યું હતું કે, તમે 10,000 રૂપિયા ઉપાડ્યા છે તો મેં જમાઈને કહ્યું હતું કે, મેં રૂપિયા ઉપાડ્યા નથી. ત્યારબાદ ફરી 10,000 અને 5000 રૂપિયા ઉપડ્યા હોવાના મેસેજ આવ્યા હતા. આમ કુલ 25,000 રૂપિયા ઉપાડીને અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો. જેથી અમે બેંક ઓફ બરોડાના મેનેજરને પણ જાણ કરી હતી અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Share :

Leave a Comments