ગણેશ વિસર્જન અને ઇદેને ધ્યાનમાં રાખી રાવપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

આગામી બંને તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેને માર્ગદર્શન આપવામાં આવ્યું

MailVadodara.com - A-meeting-of-the-Shanti-Samiti-was-held-at-Raopura-Police-Station-in-view-of-Ganesh-Visaran-and-Eid

આગામી ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવારને ધ્યાનમાં રાખી રાવપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં રાવપુરા પીઆઇએ બંને કોમના આગેવાનો સાથે ચર્ચા કરી તહેવારો શાંતિપૂર્ણ માહોલ સંપન્ન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શહેરમાં આજે ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે. દસ દિવસ સુધી ભક્તો દુંદાળાદેવની ભક્તિ ભાવ અને ભારે ઉત્સાહ સાથે પુજા-અર્ચના કરી 10 દિવસને વિસર્જન કરવામાં આવશે. ત્યારે આગામી ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવાની સૂચના આપી હતી. જેથી તેમના સૂચનાના આધારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં બંને કોમના આગેવાનો સાથે પીઆઇ પી. જી. તિવારી દ્વારા મંગળવારે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Share :

Leave a Comments