વડોદરામાં ચોરીના બે ટુ-વ્હિલર સાથે એક શખ્સ ઝડપાયો, અન્ય એક વોન્ટેડ જાહેર

નવાપુરા પોલીસે બાવામાનપુરામાંથી શખ્સને ઝડપી પાડ્યો

MailVadodara.com - A-man-nabbed-with-two-stolen-two-wheelers-in-Vadodara-another-declared-wanted


શહેરના નવાપુરા પોલીસે વાહનચોરી કરનાર એક ગઠીયાને ઝડપી પાડીને ચોરીના બે મોપેડ કબજે લીધા હતા. જયારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

વડોદરા શહેરના નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં રાજમહેલ રોડ વ્રજસિદ્ધિ કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી એક સુઝુકી કંપનીના મોપેડની ચોરી થઇ હતી. જે ગુન્હામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન નવાપુરા પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે, ચોરી થયેલું મોપેડ પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં રહેતો સાહિલ અબુતાલીમ મલેક વાપરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડીને ચોરી થયેલું મોપેડ કબજે લીધું હતું. 


નવાપુરા પોલીસે સાહિલની પૂછપરછ કરતા આ મોપેડ તેને આદીલ ઉર્ફે બાટલો (રહે. નાલબંધવાળા) સાથે મળીને ચોરી કર્યાની કબુલાત કરી હતી. જયારે અન્ય એક મોપેડની ચોરી કરીને તેને વાડી વિસ્તારમાં એમ.ઈ.એસ. ગર્લ્સ સ્કુલની પાછળના ભાગે મૂકી હોવાની કબુલાત કરતા પોલીસે રૂપિયા 80 હજારની કિમતના બે વાહનો કબજે લઈને આદીલ ઉર્ફે બાટલોને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Share :

Leave a Comments