કલાલી વુડાના મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી, કોઇ જાનહાનિ નહીં

મંદિરમાં ચઢાવેલી ચૂંદડી દીવાની જ્યોતની લપેટમાં આવતા આગ લાગી

MailVadodara.com - A-fire-broke-out-in-a-house-in-Kalali-Wooda-but-there-was-no-casualty

- મંદિરમાં મૂકેલા ચાની લારીના વકરાની રોકડ બળીને ખાખ

શહેરના કલાલી વુડાના મકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફરા-તફરી મચી ગઇ હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે, ફાયરબ્રિગેડની ટીમ આગ કાબુમાં લે તે પહેલાં મકાનમાં સ્થિત મંદિરમાં મુકેલા ધંધાના વકરાના રૂપિયા 30 હજાર બળીને ખાખ થઇ ગયા હતા. સદભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી.


મળેલી માહિતી પ્રમાણે કલાલી ફાટક પાસે આવેલા વુડાના મકાનો પૈકી બ્લોક નંબર-2, મકાન નંબર-4માં ગણેશભાઇ ખાતુભાઇ વણઝારા પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પુત્રના સંતાનો સાથે રહે છે. ગણેશભાઇ તેમજ તેમનો પુત્ર ચાની લારી ચલાવે છે, જ્યારે પત્ની લોકોના ઘરે ઘરકામ કરવા જાય છે. 

ગઇકાલે ચાની લારીના વકરાના રૂપિયા 30 હજાર રોકડા ઘરના મંદિરમાં મૂક્યા હતા. રાત પસાર થયા બાદ પરિવારના મોભી ગણેશભાઇ અને તેમનો પુત્ર  તેમજ પત્ની તેમજ પુત્રવધૂ પણ પોતાના કામ ઉપર જતા રહ્યા હતા. આ દરમિયાન વુડાના મકાનમાં જ રહેતા ગણેશભાઇના સાળા મહેશભાઇએ ગણેશભાઇના મકાનમાંથી ધુમાડો નીકળતો જાેઇ મકાનના કાચ તોડી ઘરમાં નજર કરતા મંદિરનો આગ સળગી રહી હતી. તેઓએ બુમરાણ મચાવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પાણીમારો ચલાવ્યો હતો, પરંતુ આગ બુઝાઇ ન હતી. આથી આ બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા લાશ્કરો આવી પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીમારો ચલાવી ગણતરીની મિનીટોમાં આગ બુઝાવી દીધી હતી.


જોકે, ફાયરબ્રિગેડની ટીમ આગ બુઝાવે તે પહેલાં આખો દિવસ મહેનત કરીને એકઠી કરેલી વકરાની રૂપિયા 30 હજાર રકમ બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઉપરાંત ટેબલ સહિતનું ફર્નિચર પણ બળીને ખાખ થઇ ગયું હતું.

વુડાના મકાનમાં વહેલી સવારે મહેનતકશ પરિવારના મકાનમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ, મંદિરમાં પ્રગટાવેલા દીવાની જ્યોતમાં મંદિરમાં ચઢાવેલી ચૂંદડી લપેટમાં આવી જતા આગ ફાટી નીકળી હોવાનું અનિમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બનાવને પગલે વુડાના મકાનોમાં ચકચાર મચી ગઇ હતી. એક તબક્કે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

Share :

Leave a Comments