સાવલીના રાણીયા ગામે રબરની કંપનીમાં આગ, એક કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા

આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી, કોઇ જાનહાનિ નહીં

MailVadodara.com - A-fire-at-a-rubber-company-in-Raniya-village-of-Savli-saw-billows-of-smoke-up-to-a-kilometer-away

- ફાયરબ્રિગેડની 3 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો


વડોદરાની આસપાસ અનેક મોટી ફેક્ટરીઓ આવેલી છે. જેમાં અનેક વખત આગના બનાવ સામે આવતા હોય છે. ત્યારે વડોદરાના સાવલીમાં આવેલી એક ખાનગી કંપનીમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.

આ ઘટનાની મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીયા ગામ પાસે આવેલ ખાનગી કંપનીમાં આગ લાગી હતી. રબરની વસ્તુ બનાવતી ખાનગી કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટા ચડ્યા હતા. એક કિલોમીટર સુધી ધુમાડાના ગોટા નજરે પડ્યા હતા.


જો કે આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. ઘટનાની માહિતી મળતા ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. પરંતુ સામાન ભળીને ખાખ થઇ ગયો હતો. પોલીસની હાજરીમાં ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.


Share :

Leave a Comments