પાલિકાના રેઢીયાર તંત્રના પુરાવા છાશવારે પ્રકાશમાં આવે છે. પાલિકાના જાડી ચામડીના અધિકારીઓના પાપે પ્રજાને જોખમ ઉભું થાય છે. અમિતનગર ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ડ્રેનેજ ના મેન હોલના રીપેરીંગ બાદ એક જગ્યા એ આડશ મૂકવામાં આવી છે અન્ય ડ્રેનેજના મેન હોલની આજુ બાજુમાં સિમેન્ટનું વેસ્ટ મટીરીયલ વાહન ચાલકો માટે જોખમકારક સાબિત થઈ રહ્યું છે. ધુતરાષ્ટ્ર બની એરકન્ડિશન ઓફિસ માં ઘોડા દોડાવતા અધિકારીઓ અને શાસકોમાં કેટલી આવડત છે એ આ તસ્વીરો પરથી સાબિત થાય છે...!