માંજલપુર વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં અચાનક જ આગ ફાટી નીકળી, આગળનો ભાગ બળીને ખાખ

ફાયર બ્રિગેડ આવે તે પહેલા લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો

MailVadodara.com - A-car-parked-in-Manjalpur-area-suddenly-burst-into-flames-gutting-the-front


શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શાલિન કોમ્પ્લેક્ષ પાસે પાર્ક કરેલી કિયા કારમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. કારમાં અચાનક જ આગ ફાટી નીકળતા મોબાઇલ સહિતનો સામાન લેવા જતા અચાનક ભડકો થતાં કારચાલક ગભરાઇને કારથી દૂર ભાગી ગયો હતો. આ દ્રશ્યો હાજર લોકોએ મોબાઇલમાં કેદ કરી લીધા હતા. કારમાં આગ લાગતા જ આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.


વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ઇવા મોલ પાસે આવેલા શાલિન કોમ્પ્લેક્ષ પાસે પાર્ક કરેલી આજે બપોરે 1 વાગ્યાની આસપાસ અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે દોડધામ મચી ગઈ હતી. જે કારમાં આગ લાગી હતી, તેની આસપાસ બીજી કાર પણ પાર્ક કરેલી હોવાથી બીજી કારમાં પણ આગ પ્રસરવાની શક્યતા હોવાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ફાયર બ્રિગેડ આવે તે પહેલા જ સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી દીધો હતો અને આગ બૂઝાવવા માટેની શરૂઆત કરી દીધી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.


બીજી તરફ કારમાં આગ લાગતા જ કાર માલિક ઋષભ વોરા દોડી આવ્યો હતો અને કારમાંથી મોબાઇલ સહિતનો સામાન લેવા કાર તરફ દોડી ગયો હતો અને તે કારમાંથી સામાન બહાર કાઢતો હતો, તે સમયે કારની બોનેટના ભાગે ફરીથી ભડકો થતાં તે ગભરાઈ ગયો હતો અને કારથી દૂર ભાગી ગયો હતો અને તેનો જીવ બચી ગયો હતો.

ઇવા મોલ પાસે શાલિન કોમ્પ્લેક્ષ નજીક પાર્ક કરેલી કારમાં આગ લાગતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને આસપાસમાં પડેલી બીજી કારમાં આગ ન ફેલાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા હતા. આ ઉપરાંત કારમાં લાગેલી આગને પગલે આસપાસમાં લોકોના ટોળેટોળે એકત્ર થઈ ગયા હતા.

ઘટનાસ્થળે પહોંચેલી મકરપુરા ફાયર બ્રિગેડની ટીમના ફાયરમેને જણાવ્યું હતું કે, અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, કારનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી.

Share :

Leave a Comments